બળિયા બાપજી રે - લોકગીત
આ ગીત સાંભળીને લગીરે ગેરસમજ ન કરતાં. હું લગીરે અંધશ્રધ્ધાળું નથી. હું સુપેરે જાણું છું કે વર્ષો પહેલા, જ્યારે તબીબી સુવિધા ઉપલબ્ધ ન હતી ત્યારે શીતળા, ઓરી, અછબડાં અને બળિયા જેવાં રોગો સામે છૂટકારો મળવવાં ઇશ્વર સિવાય બીજો કોઇ આધાર ન હતો. આથી જ ભોળી પ્રજા શીતળામાતા, બળિયાકાકા જેવાં ભગવાનને શરણે આ રોગથી બચવા માટે જતી હતી. (તા.ક. આજે પણ અમદાવાદ જેવા મેગા સીટીના પૉશ એરીયામાં રહેતા ભણેલાગણેલા કુટુંબની વ્યક્તિઓ ઘરમાં કોઇને શીતળા કે બળિયા નીકળે તો ડૉક્ટર પાસે જવાં કરતાં મંદિરે જવાનું વધુ પસંદ કરે છે. આવા ઘણાં લોકો આજે પણ છે.) નાનપણમાં વડીલોની શીખામણને કારણે હું પણ આ ગાડરિયા પ્રવાહનો એક ભાગ રહી ચુક્યો છું.
આજે આ શીતળા સાતમના દિવસે આપ સહુને એક જ વિનંતી કે મંદિરે જઇ દિવો કરવા કરતાં આપનાણ નાના બાળકને સમયસર ઓરી, અછબડા, શીતળા વગેરે રોગોની રસી મુકાવો. ભગવાન એથી વધુ પ્રસન્ન થશે, આજ શીતળાં સાતમની સાચી ઉઅજવણી છે.
આ ગીત મુકવાનો હેતું ફક્ત આપણાં સમાજના કેટલાક વર્ગની જે માન્યતાં છે તેનો પડઘો પાડવાનો છે, નહિ કે તેને ઉત્તેજન આપવાનો. અંતે તો ઇશ્વર એક જ છે, પછી કોઇ પણ નામે બોલાવો.
ફિલ્મ - ભાથીજી મહારાજ
લોકગીત
સ્વર - પ્રફુલ્લ દવે
સંગીત - ????
બળિયા બાપજી રે, તું તો દીન-દુઃખિયાને તારે,
હે દીન-દુઃખિયાને તારે લાખો જીવોને ઉગારે.
સુંદર ઘાટ ઘડે છે ઇશ્વર, તું એને શણગારે,
શીતળાના રોગી આયો તે આવી તારે દ્વારે
હે તારા સતનો દિવો બળતો ઢાઢરને કિનારે
તું કળજુગને દેવ દુલારો, બળિયાથી પણ બળિયો,
તારા દર્શન કરતાં ખીલે હ્રદયકમળની કળીયો
જેનું કોઇ નહિ જગમાં તું, હાલે એની હારે.
3 પ્રત્યાઘાતો:
shradha and shanka can not travel together.. either you have Shradha or shanka!!
shradha and shanka can not travel together.. either you have Shradha or shanka!!
માટીના દેવને કપાસિયાની આંખો હોય. લોકગીતો અને લોકકલ્પનાઓની પાછળ મોટે ભાગે શીક્ષણના સહેલા કરી મુકેલા ને સ્યુગર કોટેડ એવા ઔષધીય નુસખાઓ પણ હોય છે.
સમય જતાં એમાં બહુ મોટા ફરફારો થતાં સમજાતાં નથી.
તમે બતાવેલો ઉપદશ યાદ રાખીને લોકગીતને ગીતરૂપે જ માણીયે.
સરસ વાત મુકાઈ છે.
Post a Comment