મને રૂપાની ઝાંઝરી ઘડાવ
આજનું આ ગીત બહુ જ મધુરું છે કારણ કે તેમાં સ્ત્રીઓની સ્વભાવગત લાક્ષણીતા વ્યક્ત થઇ છે. આપણા સાહિત્યમા સ્ત્રીઓએ પાટણનાં પટોળા, ચંદનહાર, સડ્ક્યું ને ન જાણે શેની શેની ફરમાઇશ કરી છે. પતિના મતે દુનિયામાં બધાનો જ અંત છે, પણ પત્નીની ફરમાઇશોનો અંત નથી. અત્યાર સુધી હું આ વાત સાચી માનતો હતો.
પણ પછી મને એક દિવસ અચાનક વિચાર આવ્યો. એણે કહ્યું કે સ્ત્રી કદી પતિ પાસે ક્યારેય કશું નથી માંગતી. ઉલટાનું પોતાનું પણ જે છે તે તેને સમર્પિત કરી દે છે. આપણાં ગીતોમાં પણ તે ભાવનો પડઘો છે. સ્ત્રી તો માંગે છે પોતાના વાલમ પાસે, ગુલાબી પાસે, સાહ્યબા અને છેલ પાસે. એવી વ્યક્તિ પાસે કે જે તેની ફરમાઇશોથી કંટાળે નહિ અને તેને પૂરી કરવામાં આનંદ અનુભવે. જેની પાસે પ્રેમપૂર્વક માંગણી કરવાનો હક હોય તેની જ પાસે માંગે છે. બસ તો આજે થોડી ફરમાઇશો સાંભળીયે.
(નોંધ- સ્ત્રીઓએ આ ગીત ના સાંભળ્વું નુકસાન કારક છે {તેમના છેલ કે છબિલાં માટે )
કવિ - ????
સ્વર - હંસા દવે
સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય
એને મીનાકારીથી મઢાવ, વાલમ વરણાગી
આભલાં ભરેલી મને ઓઢણી અપાવી દે,
ઘાઘરાની કોરમાં મોરલો ચીતરાવી દે
હે મારા કમખામાં ભાત્યું પડાવ, વાલમ વરણાગી
ઝીણી ઝીણી પાંદડીની નથણી ઘડાવી દે,
ગુંથેલા કેશમાં દામણી સજાવી દે,
હે મારા ડોકની હાંસડી બનાવ, વાલમ વરણાગી
સોના-ઇંઢોણૉ ત્રાંબા ગરબો કોરાવી દે,
ગરબામાં મમતાથી દીવડાં પ્રગટાવી દે,
હે ઢોલ-ત્રાંસા શરણાઇ મંગાવ,વાલમ વરણાગી
0 પ્રત્યાઘાતો:
Post a Comment