કવિ રાવજી પટેલ
ખેડા જિલ્લાનાં ડાકોર પાસે આવેલા વલ્લભપુરા ગામે એક કૃષિપરિવારમાં તારીખ ૧૫-૧૧-૧૯૩૯ના રોજ રાવજી પટેલનો જન્મ થયો હતો.
ગામડાના ખેડુસમાજના ભૂમિપ્રેમથી સભર આ સંતાનને મોટા નગરની ભીડ વચ્ચે અથડાતાં-કુટાતાં એકલતાં અને લાચારીનો અનુભવ થાય છે. તેમનાં સ્પંદનો તેમની કવિતા અને ગદ્યકૃતિઓમાં રંગભર્યુ આલેખન પામ્યા છેીમાં સચ્ચાઇ અને તેજસ્વીતા છે.
ડાકોરની શાળામાં પ્રાથમિક શિક્ષણ લીધા પછી અમદાવાદમાં માધ્યમિક તથા બે વર્ષ દુધી આર્ટ્સનું શિક્ષણ લીધું આર્થિક સ્થિતી સારી ન હોવાથી મિલમાં, વર્તમાનપત્રોમાં અને ગ્રંથાલયમાં તેમને કુમળી વયે નોકરી કરવી પડી. પણ તેઓ ક્યાંય સરખી રીતે ગોઠવાઇ શક્યા નહિ. આર્થિક સંકડામણ અને ક્ષયના વધતા રોગથી તેઓ ૨૮ વર્ષની જ ઉંમરે મરણશરણ થયા.
તેમનો એકમાત્ર કાવ્યસંગ્રહ 'અંગત' છે. તેમની કવિતામાં જાનપદી સૃષ્ટિના ભાવ-સૌંદર્યનું ઝીણવટભર્યુ આલેખન જોવા મળે છે. પ્રકૃતિ સાથે તેમનો જાણે લોહીનો સંબંધ છે. તેમની ભાષામાં ધરતીની સુગંધ છે.
તેમણે ત્રીવ ભાવાવેગને મૂર્ત કરતી રચનારીતિનું વૈવિધ્ય સિધ્ધ કરતી વાર્તાઓ અને 'અશ્રુઘર' અને 'ઝંઝા'નામની બે નોંધપાત્ર નવલકથાઓ આપી છે.
0 પ્રત્યાઘાતો:
Post a Comment