રે'શું અમેય ગુમાનમાં - રમેશ પારેખ
કવિ - રમેશ પારેખ
સ્વર - હરિશ ઉમરાવ (???)
સંગીત - ???
સ્વર, સંગીત - અમર ભટ્ટ
રે'શું અમેય ગુમાનમાં
હરિ સંગ નહિ બોલીયે,
ખોલીશું બારણાને લેશું ઓવારણાં,
આવકારા દેશું શાનમાં
હરિ સંગ નહિ બોલીયે,
આસનિયા ઢાળશું ને ચરણો પખાળશું,
આંખ્યું ઉલાળશું તોફાનમાં
હરિ સંગ નહિ બોલીયે,
લાપસિયું ચોળશું ને ચરણો પખાળશું
મુખવાસા દે'શું પાનમાં
હરિ સંગ નહિ બોલીયે,
મીંરા કે અંતમાં, આ ભરવસંતમાં
જીવતર દે;શું દાનમાં
હરિ સંગ નહિ બોલીયે,
સ્વર - હરિશ ઉમરાવ (???)
સંગીત - ???
સ્વર, સંગીત - અમર ભટ્ટ
રે'શું અમેય ગુમાનમાં
હરિ સંગ નહિ બોલીયે,
ખોલીશું બારણાને લેશું ઓવારણાં,
આવકારા દેશું શાનમાં
હરિ સંગ નહિ બોલીયે,
આસનિયા ઢાળશું ને ચરણો પખાળશું,
આંખ્યું ઉલાળશું તોફાનમાં
હરિ સંગ નહિ બોલીયે,
લાપસિયું ચોળશું ને ચરણો પખાળશું
મુખવાસા દે'શું પાનમાં
હરિ સંગ નહિ બોલીયે,
મીંરા કે અંતમાં, આ ભરવસંતમાં
જીવતર દે;શું દાનમાં
હરિ સંગ નહિ બોલીયે,
0 પ્રત્યાઘાતો:
Post a Comment