Tuesday 28 September 2010

કવિ ઉશનસનો પરિચય

કવિ- વિવેચક, આત્મકથાલેખક નટવરલાલ કુબેરદાસ પંડ્યા  ઉર્ફે ઉશનસનો જન્મ વડોદરા જિલ્લાનાં સાવલી ગામમાં થયો હતો. તેમેણે માધ્યમિક શિક્ષણ ડભોઇ અને ઉચ્ચ શિક્ષણ વડોદરામાં લીધું હતું.



વલસાડની કોલેજનાં આચાર્યપદે કાર્ય કરી હાલમાં સેવાનિવૃત્ત થઇને ત્યાં જ રહે છે.

સ્વતંત્રતાપ્રાપ્તી પછીના મહત્વના કવિઓમાં ઉશનસનું સ્થાન છે. ભાવનાશીલતા અને ચિંતનશીલતા તેમનાં સૉનેટ અને કાવ્યોનાં આગવા લક્ષણો છે.

ઉશનસ સંસ્કૂતિ સભાન અને પ્રકૃતિપ્રેમી કવિ છે. નિસર્ગ, પ્રયણ, ભક્તિ, કુટુંબવાત્સલ્ય, શહેરી અને ગ્રામ્યજીવનનાં ચિત્રો ઉશનસની કવિતામાં વિષયવૈવિધ્ય લાવે છે.

'પ્રસૂન','નેપથ્યે','આદ્રા','મનોમુદ્રા','તૃણનો ગ્રહ','સ્પંદ અને છંદ','અશ્વત્થ','વ્યાકુળ વૈષ્ણવ' જેવા વીસેક કાવ્યસંગ્રહો તેમણે આપ્યા છે. 'સમસ્ત કવિતા' ૧૯૫૫થી ૧૯૯૫ સુધીની તેમની કવિતાનો સંચય છે. 'શિશુકોલ' તેમનાં શિશુવિષયક કાવ્યોનો સંગ્રહ છે. 'સદમાતાનો ખાંચો' જેવી સ્મરણકથા તેમની પાસેથીમળ્યાં છે. અનેક નોંધપાત્ર સંપાદનો પણ તેમણે આપ્યાં છે.

નર્મદચંદ્રક, રણજિતરામ સુવર્ણચંદ્રક, ભારતીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર, નરસિંહ મહેતા એવોર્ડ વગેરે તેમની સર્જકપ્રતિભાને બિરદાઇ છે.

છબી - http://sureshbjani.wordpress.com/2006/10/04/

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP