લ્યો ધરતી ઉપર ઊતર્યુ આકાશ - બાલુભાઇ પટેલ
કવિ - બાલુભાઇ પટેલ
સ્વર - રણજીત સિંહ
સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય
લ્યો ધરતી ઉપર ઊતર્યુ આકાશ આજકાલ
જીવતરમાં ઝરમરી રહી ભીનાશ આજકાલ.
જાગ્યાં સ્મરણના બીજ વળી દિલના ભળ્યાં હેત,
સળવળતો થયો શ્વાસનો અવકાશે આજકાલ.
ઇચ્છા મુજબના સ્વપ્ન મળે, ના મળે છતાં,
મળતો રહે અણસારનો અજવાસ આજકાલ.
અશ્રુ વહી રહ્યાં છે સતત એક ધાર થઇ,
દિલમાં તમેને નયનમાં ખારાશ આજકાલ
સ્વર - રણજીત સિંહ
સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય
લ્યો ધરતી ઉપર ઊતર્યુ આકાશ આજકાલ
જીવતરમાં ઝરમરી રહી ભીનાશ આજકાલ.
જાગ્યાં સ્મરણના બીજ વળી દિલના ભળ્યાં હેત,
સળવળતો થયો શ્વાસનો અવકાશે આજકાલ.
ઇચ્છા મુજબના સ્વપ્ન મળે, ના મળે છતાં,
મળતો રહે અણસારનો અજવાસ આજકાલ.
અશ્રુ વહી રહ્યાં છે સતત એક ધાર થઇ,
દિલમાં તમેને નયનમાં ખારાશ આજકાલ
1 પ્રત્યાઘાતો:
vah----netni dharati uper maheki rahyu chhe AHISHEK aajkal!
Post a Comment