એક સરખા દિવસો સુખના - - પ્રભુલાલ દ્વિવેદી
પેશાવારના કલાકાર માસ્ટર અસરફ ખાં ના મુખે ગવાયેલું નાટક માલવપતિ મૂંજ નું આ ગીત આજે તો કહેવત બની ચુક્યું છે.
અને હા આ ગીત સાંભળીને કનૈયાલાલની પ્રખ્યાત નવલકથા 'પૃથિવીવલ્લભ'નું છેલ્લું પ્રકરણ 'પૃથિવીવલ્લભ કેમ ખંચાયો' યાદ આવ્યા વગર ના રહે. અને મૂંજને પ્રખ્યાત શ્લોક કાનમાં ગૂંજી ઉઠે
'લક્ષ્મી ધનવાનો પાસે જશે, શક્તિ વીરોમાં સમાશે, પણ મૂંજના જવાથી સરસ્વતી નિરાધાર બનશે ' (गतः मूंजे यशःपूंजे निरालंबा सरस्वती॥)
ફિલ્મ - માલવપતિ મૂંજ
ગીત - પ્રભુલાલ દ્વિવેદી
સ્વર - મન્ના ડે
સ્વર - દિપ્તી દેસાઇ
જેને મરણની પરવા નથી એ નર જગતમાં મહાન છે
પ્રીત ખાતર પ્રાણ ન્યોછાવર કરે એના સ્વર્ગમાં સન્માન છે
એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી,
એથી જ શાણા સાહ્યબીથી લેશ ફુલાતા નથી.
ભાગ્ય રૂઠે કે રીઝે એની તમા જેને નથી,
એ જ શૂરા જે મુસીબત જોઈ ગભરાતા નથી.
ખીલે તે કરમાય છે, સર્જાય તે લોપાય છે,
જે ચઢે તે પડે, એ નીયમ બદલાતા નથી.
(Lyrics - Jit & Dipika's Blog)
0 પ્રત્યાઘાતો:
Post a Comment