પીળી ચુંદલડી ઓઢી રે
ફિલ્મ - વચન વટ ને વેર
સ્વર - ઉષા મંગેશકર, પ્રફુલ્લ દવે
સંગીત - મહેશકુમાર
પીળી ચુંદલડી ઓઢી રે, હો ચુંદલડી વાલમની,
અરે કિયા કારણીયે ઓઢી રે, હો ચુંદલડી વાલમની
જા નહિ કવ મારા હમ, ખા ખારે દાડમડી મારા હમ,
ના ના રે નહિ ખવ તારા હમ, દલ દૈ દે રુપલડી તારા હમ,
ઓલ્યો જોશીડો કૈ આવ્યો, મારી ચુંદલડી લઇ આવ્યો,
એ... એની ચુંદલડી પર તો મોહીને ઓઢી ચુંદલડી વાલમની
જા નહિ કવ મારા હમ, ખા ખારે દાડમડી મારા હમ,
ના ના રે નહિ ખવ તારા હમ, હવે દૈ દે રુપલડી તારા હમ,
ઓલ્યો શામળીયો કૈ આવ્યો, રૂડી વાંસલડી લઇ આવ્યો,
એ... એની વાંસલડી પર તો મોહીને ઓઢી ચુંદલડી વાલમની
પીળી ચુંદલડી ઓઢી રે, હો ચુંદલડી વાલમની,
હો કિયા કારણીયે ઓઢી રે, હો ચુંદલડી વાલમની
પિયું તારા કારણીયે ઓઢી રે ચુંદલડી વાલમની,
ઓઢી તો ભલે ગોરી ઓઢી રે, હો ચુંદલડી વાલમની
0 પ્રત્યાઘાતો:
Post a Comment