હરિ, મારા રુદિયે રહેજો રે - ભગવતીકુમાર શર્મા
કવિ - ભગવતીકુમાર શર્મા
સ્વર, સંગીત - સોલી કાપડીયા
હરિ, મારા રુદિયે રહેજો રે,
દઃખ જે હું દઉં તે સહેજો રે.
વારે વારે કરીશ કાલાવાલા,
માગું તે દેવું જોશે વ્હાલા!
તમે વેદમંત્રોના સુણનારા,
વેણ મારા વેઠી લેજો કાલા.
હરિ મુને કાંઇ ન કહેજો રે.
હરિ મારી આંખથી વહેજો રે
હરિ, હવે આપણે સરખે સરખા,
હરિ, તમે મેહ તો હું યે બરખા!
હરિ. તમે સૂરજ તો હું સોમ,
હરિ, તમે અક્ષર તો હું મૌન !
હરિ, મને જીરવી લેજો રે,
હરિ, મુને દરશન દેજો રે.
(શબ્દો - ગદ્યસૂર)
સ્વર, સંગીત - સોલી કાપડીયા
હરિ, મારા રુદિયે રહેજો રે,
દઃખ જે હું દઉં તે સહેજો રે.
વારે વારે કરીશ કાલાવાલા,
માગું તે દેવું જોશે વ્હાલા!
તમે વેદમંત્રોના સુણનારા,
વેણ મારા વેઠી લેજો કાલા.
હરિ મુને કાંઇ ન કહેજો રે.
હરિ મારી આંખથી વહેજો રે
હરિ, હવે આપણે સરખે સરખા,
હરિ, તમે મેહ તો હું યે બરખા!
હરિ. તમે સૂરજ તો હું સોમ,
હરિ, તમે અક્ષર તો હું મૌન !
હરિ, મને જીરવી લેજો રે,
હરિ, મુને દરશન દેજો રે.
(શબ્દો - ગદ્યસૂર)
0 પ્રત્યાઘાતો:
Post a Comment