માનવ દીપક
સૂરજ જેટલા તેજસ્વી ન થઇ શકીયે તો કંઇ વાંધો નહિ, પણ નાના દિવા જેટલું અજવાળું તો ફેલાવી શકીયે છે. સમાજ માટે બહુ મોટા કાર્યો ન કરી શકીયે તો કંઇ નહિ પણ બીજાને મદદરૂપ થઇએ એટલે ઘણું.
કવિ - રમણલાલ વ્યાસ
મારે માનવ-દીપક થાવું,
રે મારે માનવ-દીપક થાવું.
જીવન-જ્યોત સદાય જલાવી, કોક ખૂણૉ અજવાળું;
જગનો કોક ખૂણૉ અજવાળું.
અંધજનોને રાહ બતાવી-અથડાતાં અટકાવું.
રે મારે માનવ-દીપક થાવું.
વેર,ઝેર,હિંસા,અસૂયાનું વધતું જ્યાં અંધારુ;
સત્ય, અહિંસા, શીલ, ત્યાગનું,કરીશ હું અજવાળું
રે મારે માનવ-દીપક થાવું.
ટમટમતો રહું દીપક વાંછા, નહિ સૂરજ શું થાવું,
જગમાં નહીં સૂરજ થાવું,
મૂક જલી રહી ગર્વહીન હું, મારું કામ બજાવું,

0 પ્રત્યાઘાતો:
Post a Comment