તને ભિખારીને શાને આપવું? - મનસુખલાલ ઝવેરી
પ્રસ્તુત સૉનેટ એક નાનકડી ઘટના હ્રદયને કેવી સ્પર્શી જાય છે તેનું નીરૂપણ કરે છે. મહેનતકર્યા વગર ભીખ માંગતા ભીખારીઓને સમાજ માટે બોજારૂપ ગણતા કવિ તેમને ભીખ આપવાની તદ્દન વિરોધમાંછે. ભીખ આપીને સમાજમાં આળસ વધારવા માંગતાં નથી.
પણ એક દિવસ કવિ બસમાં બેસીને જતાં હતાં ત્યાં એક ભીખારણ પણ તેમની નજર પડી. ભીખારણની કેડમાં તેનાં જેવું જ મેલુઘેલું બાળક તેડેલું છે. બાળક સહસા કવિ તરફ નોર્દોષ હાસ્ય કરે છે. કવિને પોતાનો પુત્ર સાંભરે છે. કવિનું હ્રદય પરિવર્તન થાય છે. પોતાને ભીખ આપવી ન હતી પણ કેવી રીતે અપાઇ ગઇ તેનું વર્ણન કવિએ આ સૉનેટમાં કર્યું છે.
તને ભીખારીને શાને આપવું? દાખવી દયા
શાને તારા સમા લાખો તણી આળસને પોષવી?
કોટિ કોટિ મનુષ્યોની કતારો રાંકડિ અહીં
આઠે પહોર, બની માત્ર પશુ, અંગોગ તોડતીઃ
તે છતાં પામતી ખાવા અન્ન ના પેટ પુરતું;
તેને ઉવેખીને શાને ભિખારીને કશું દઉં?
બેસીને બસમાં, જાતો હતો ત્યાં દીઠી ત્યાં મેં તને
ને રહ્યો આમ રોષેથી ભરી મારા હું ચિત્તને.
પણ ત્યાં દીઠું મેં તારી કેડે શિશુ વિરાજતું,
તારા જેવું જ ગંદુ ને ફળ તારી જ વેલનું;
અમારી જ્યાં મળી આંખો, હસી એ સહસા પડ્યું,
ને એ હાસ્ય ઉરે મારા ભાવ ઊંડા જગાડતું,
દૂર દૂર વસ્યાં મારાંનું મને સ્મિત સાંભર્યુ,
તે ન'્તુ આપવું તોયે અપાઇ મુજથી ગયું
2 પ્રત્યાઘાતો:
Hey, I can't view your site properly within Opera, I actually hope you look into fixing this.
Useful blog website, keep me personally through searching it, I am seriously interested to find out another recommendation of it.
Post a Comment