તવ દીધેલું તવ ચરણે
આજે પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીનો જન્મદિવસ છે. નાનપણમાં અમારા પાડોશી પ્રગતિઆન્ટીના કારણે સ્વાધ્યાય પરિવારના પરિચયમાં આવવાનું થયું હતુ. મારા બા પણ ઘણા સમય સુધી સ્વાધ્યાય પરિવારના ભજનમાં જતાં. વર્તમાનમાં જે લાંછન લાગ્યા હોય તે, દાદાએ ગુજરાતમાં સંસ્કાર હવા અવશ્ય પેદા કરેલી. તેમને હ્રદયથી શ્રદ્ધાંજલી.
ઉપવનની ધરતીમાં પગલાં તું પાડતો,
વાયુદેવ વીંઝણાથી સૌરભ પ્રસરાવતો
મૂર્તિ બનીને તું તો..ક્યારે ક્યારે ઝૂલતો.
સૂરજદાદાનો તાપ આકરો ના થાતો
વર્ષાના અગમને વૃદ્ધિ તું પામતો,
પૂજારી પ્રેમ લઇ...ડાળી ડાળી ઝૂલતો.
પાવડો ત્રિકમ તારાં પૂજાનાં સાધનો
પૂજારી પાસે આવે મુખડું મલકાવતો,
સુદામા સંગ જાણે કાનુડો છે ખીલતો.
ભક્તિનો સ્તોત્ર સૌના દિલમાં રેલાવતો
હૈયાની એકતાનું દર્શન કરાવતો,
ધરતીના ધાવણથી .. જીવન વિકાસવતો
રણછોડ છોડમાં રહી સૌને લલકારતો,
શ્રીકૃષ્ણ પ્રેમ સાચો સદા દિલમાં વહાવતો
ગીતાના બોલ થકી પાંડુરંગ ખીલતો.
1 પ્રત્યાઘાતો:
સાદી સીધી વાત દ્વારા અનેક લોકોના જીવનમા ભક્તિ-ભાવથી બદલાવ અને જાગૃતિ લાવનાર સ્વાધ્યાય પરિવારના પ્રણેતા પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી ને લાખ લાખ વંદન.
Post a Comment