સોયમાં દોરો - નિલેશ રાણા
કવિ - નિલેશ રાણા
સ્વર, સંગીત - નયનેશ જાની
સોયમાં દોરો પરોવતી જોઇ તને મારામાં સંધાયું કંઇ,
છમછમ છાલક સમ છલકાયો પળમા ને મારામાં બંધાતું કંઇ.
શ્વાસો તારાથી ને શ્વાસોથી હું, બાંધણીને છોડવી તે કેમ?,
તસતસતા કમખામાં ગુંગળાતા હોય કદી વ્યાકુળ ધબકારની જેમ;
નજરોમાં રોપાતી મોગરાશી તું અહિ મુજમાં સુગંધાતું કંઇ.
છલકાતાં રણ સરોવર લખાય પણ એ રેતકણમાં કૂંપળનું ફૂટવું,
ઓગળતો તારામાં સ્થિર થઇ આજ હવે હું જ મને મારાથી ઝૂંટવું,
હૈયું કપૂર સમ ઊડતું રહ્યું ને જુઓ મારામાં ઘેરાતું કંઇ.

0 પ્રત્યાઘાતો:
Post a Comment