જુઓના સમંદર કિનારે - બાલુભાઇ પટેલ
આજે ગઝલકાર બાલુભાઇની પુણ્યતિથી છે. તેમની રચના સાંભળીયે.
કવિ - બાલુભાઇ પટેલ
સ્વર - હંસા દવે
સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય
જુઓના સમંદર કિનારે કિનારે,
જરાક આવ અંદર, સહારે સહારે
ગગનસૃષ્ટી આખી અને સહુની જીવન,
પ્રભુ આપ સમંદર વધારે વધારે.
તને પામવાના તો રસ્તા ગહન છે,
હું ચાલુ છું પ્રેમી ઇશારે ઇશારે.
હું તારા વિચારો કરું રાત આખી,
ખીલે બાગમાં ગુલ સવારે સવારે.
અને હા હવે લયસ્તરો પર વિવેકકાકાએ આપેલો પરિચય પણ માણો.
ખેડા જિલ્લાના સુણાવ ગામે જન્મેલા અને ઉત્તરસંડા ખાતે રહેલા બાલુભાઈનો અભ્યાસ બી.એસ.સી. સુધીનો પણ વ્યવસાય લોકોના સ્વપ્નોને ઈંટ-રેતીના શિલ્પે કંડારી આપવાનો. મજાની ગઝલો અને ગીતો એમણે આપ્યા. આ ગઝલના દરેક શેરને પ્રથમદર્શી અર્થની બહાર નીકળીને વાંચી જુઓ, સાનંદાશ્ચર્ય ન થાય તો કહેજો. વાચ્યાર્થ પછીના જે રંગો અહીં દેખાય છે એ સાચે જ પ્રતીત કરાવે છે કે જેમ ઈંટ-કપચીના મકાનો, એમ જ ગઝલની ઈમારત બાંધવામાં પણ આ આદમી દાદુ હતો!
(જન્મ: ૨૫-૦૯-૧૯૩૭, મૃત્ય: ૦૮-૧૨-૧૯૯૨; કાવ્યસંગ્રહો: “સ્વપ્નોત્સવ”, “મૌસમ”, “છાલક”, “કૂંપળ”, “ઝાકળ”.)

1 પ્રત્યાઘાતો:
કવિ શ્રી બાલુભાઈ પટેલને એમની પુણ્યતિથિ પર હાર્દિક શ્રધ્ધાંજલી!
સુંદર ગઝલ અને એવો જ પ્રેમવાહી સ્વર અને સ્વરાંકન!
સુધીર પટેલ
Post a Comment