ખોબો ભરીને અમે એટલું - જગદિશ જોશી
કવિ - જગદિશ જોશી
સ્વર - નિરૂપમા શેઠ
સંગીત - અજિત શેઠ
સ્વર - પરાગી અમર
ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડયાં
ખટમીઠાં સપનાંઓ ભૂરાં ભૂરાં
કુંવારાં સોળ વરસ તૂરાં તૂરાં
અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં
કે હોડી-ખડક થઈ અને નડયાં.
કયાં છે વીંટી અને કયાં છે રૂમાલ?
ઝૂરવા કે જીવવાનો કયાં છે સવાલ!
કૂવો ભરીને અમે એટલું રડયાં
કે ખોબો ભરીને અમે મોહી પડયાં.
(શબ્દો - આત્મા)
સ્વર - નિરૂપમા શેઠ
સંગીત - અજિત શેઠ
સ્વર - પરાગી અમર
ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડયાં
ખટમીઠાં સપનાંઓ ભૂરાં ભૂરાં
કુંવારાં સોળ વરસ તૂરાં તૂરાં
અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં
કે હોડી-ખડક થઈ અને નડયાં.
કયાં છે વીંટી અને કયાં છે રૂમાલ?
ઝૂરવા કે જીવવાનો કયાં છે સવાલ!
કૂવો ભરીને અમે એટલું રડયાં
કે ખોબો ભરીને અમે મોહી પડયાં.
(શબ્દો - આત્મા)
2 પ્રત્યાઘાતો:
કવિશ્રી જગદીશ જોશીનુ સુંદર ભાવપૂર્ણ ગીત.
મધુર અવાજ અને કર્ણપ્રિય સ્વરાંકન.
આ ગીત સાંભળી હમેશા મારી આંખ ભરાઈ આવે..શ્રી જગદીશ જોશીની અમુલ્ય ભેટ..
સપના
Post a Comment