માનવીનાં હૈયાને - ઉમાશંકર જોશી
આપણે ઉમાશંકર જોશીનું જન્મશતાબદી વર્ષ ઉજવી રહ્યા છે. આજે તેમની ૨૨મી પુણ્યતીથી છે. આ પ્રસંગે તેમની માનવમનની લાક્ષણીકતાઓ દર્શાવતું આ ગીત માણીયે.
કવિ - ઉમાશંકર જોશી
સ્વર - નિરૂપમા શેઠ
સંગીત - અજિત શેઠ
માનવીના હૈયાને નંદવામાં વાર શી?
અધબોલ્યા બોલડે, થોડે અબોલડે,
પોચા શા હૈયાને પીંજવામાં વાર શી?
સ્મિતની જ્યાં વીજળી,જરી શી ફરી વળી,
એના એ હૈયાને રંજવામાં વાર શી?
એવા તે હૈયાને નંદવામાં વાર શી?
માનવીના હૈયાને રંજવામાં વાર શી?
એના એ હૈયાને નંદવામાં વાર શી?
કવિ - ઉમાશંકર જોશી
સ્વર - નિરૂપમા શેઠ
સંગીત - અજિત શેઠ
માનવીના હૈયાને નંદવામાં વાર શી?
અધબોલ્યા બોલડે, થોડે અબોલડે,
પોચા શા હૈયાને પીંજવામાં વાર શી?
સ્મિતની જ્યાં વીજળી,જરી શી ફરી વળી,
એના એ હૈયાને રંજવામાં વાર શી?
એવા તે હૈયાને નંદવામાં વાર શી?
માનવીના હૈયાને રંજવામાં વાર શી?
એના એ હૈયાને નંદવામાં વાર શી?
1 પ્રત્યાઘાતો:
સરસ ગીત!!
સપના
Post a Comment