નૈણાં રંગ રૂપાળા - પીનાકીન ઠાકોર
આ ગીત સાંભળતા બસ સાંભળ્યા જ કરીએ તેમ થાય છે. ક્ષેમુદાદાએ એટલી મધુરતાથી સંગીત આપ્યું છે કે આ ગીતનો લય કાનમાં ગુંજતો જ રહે છે. આ ગીત સાંભળીને મને અનાનયાસે વેણીભાઇ પુરોહીતનું કાવ્ય 'નયણાં' યાદ આવી ગયું. ભવિષ્યમાં તેને પણ માણીશું. આજે તો આ ગીતની મજા લૂંટો.
કવિ - પીનાકીન ઠાકોર
સ્વર - અલ્કા યાજ્ઞિક
આલાપ...
રે નૈણાં રંગ રૂપાળા,નૈણાં રંગ રૂપાળા
કમલ નહિ, નહિ હરિણ વીન સમ
અનુપમ રસ રળીયાળા રે.
કાજલનાં નવાં આંજ્યા અંજન,
તો'ય કાળજા રંજન રંજન
પલક ગંભીર, પલક શા ચંચળ
પલકની જ પલક નીરાળા રે.
મીંટ માંડતા સરતા શમણાં,
મીચું પોપચાં ઉઘડે નમણાં
અધબીડ્યાં ખોલ્યાની મધુરપ
મન મોહે મર્માળા રે...
0 પ્રત્યાઘાતો:
Post a Comment