હું તો મોટો થઇને બનવાનો છું ચીફ મિનિસ્ટર - બાળગીત
આ બાળગીત આજના રાજકારણની તાસીર કહી દે છે. બાળકોના ગીતમાં પણ રાજકારણ ઘુસી ગયું છે!! સમય સમયની વાત છે.
બાળગીત,
સંગીત,ગીત - ????
પપ્પા કે'છે એન્જીનીયર ને મમ્મી કે'છે ડૉક્ટર,
હું તો મોટો થઇને બનવાનો છું ચીફ મિનિસ્ટર.
એડમીશનું ચક્કર છોડો, દોડો છો શું કામ,
એમ.પી,એમ.એલ.એ. બનવામાં ભણવાનું શું કામ?
ઘાસ કાપતા શીખી ગયો છું,હવે ચલાવીશ ટ્રેક્ટર
સપોર્ટ દે તો ઘી-કેળાંને ખજૂર પણ ખવડાવીશ,
ન આપે તો ઘોળે દા'ડે કાદવથી નવડાવીશ,
પછી ભલેને સાવસગા હોય, બ્રધર હોય કે સિસ્ટર.
હું ધારીશ તો ઑન કરીશને હું ધારીશ તો ઑફ,
ખીસ્સામાં જો સ્વીચ હોય તો કેમ પડે ના રોફ,
દૂર ઊભા રહી સલામ ભરશે, મૅજીસ્ટ્રેટ કલેક્ટર

0 પ્રત્યાઘાતો:
Post a Comment