હું અને તું સહેજ - ચિરાગ ત્રિપાઠી
કવિ - ચિરાગ ત્રિપાઠી
સ્વર - પરાગી અમર, વિશ્વનાથ બાટુંગે
સંગીત - નિશિથ મહેતા
ફિલ્મ - બેટરહાફ
હું અને તું સહેજ, મળ્યાં તો થયા આપણે,
હું અને તું સહેજ, મળ્યાં તો થયા આપણે,
સાંપડ્યો એક મેકનો સાથ,અને બસ વહ્યા આપણે
કે એવા મળ્યાં આપણે, હવે બસ થયા આપણે.
દિવસ રાત આ હોઠે રમતું ગમતીલું એક નામ
સપનાઓમાં રંગો પૂરવાં એજ હવે છે કામ,
સમયની મુઠ્ઠીમાંથી રેત થઇને સરયા આપણે
કે એવા મળ્યાં આપણે, હવે બસ થયા આપણે.
મન માણતું મનભરીને મનગમતું એકાંત,
હળવે હળવે થઇ રહી છે આજ સ્પર્શની વાત
ઢળે જ્યાં ખટમીઠી હર સાંજ, વિસામો બન્યા આપણે
કે એવા મળ્યાં આપણે, હવે બસ થયા આપણે.
સ્વર - પરાગી અમર, વિશ્વનાથ બાટુંગે
સંગીત - નિશિથ મહેતા
ફિલ્મ - બેટરહાફ
હું અને તું સહેજ, મળ્યાં તો થયા આપણે,
હું અને તું સહેજ, મળ્યાં તો થયા આપણે,
સાંપડ્યો એક મેકનો સાથ,અને બસ વહ્યા આપણે
કે એવા મળ્યાં આપણે, હવે બસ થયા આપણે.
દિવસ રાત આ હોઠે રમતું ગમતીલું એક નામ
સપનાઓમાં રંગો પૂરવાં એજ હવે છે કામ,
સમયની મુઠ્ઠીમાંથી રેત થઇને સરયા આપણે
કે એવા મળ્યાં આપણે, હવે બસ થયા આપણે.
મન માણતું મનભરીને મનગમતું એકાંત,
હળવે હળવે થઇ રહી છે આજ સ્પર્શની વાત
ઢળે જ્યાં ખટમીઠી હર સાંજ, વિસામો બન્યા આપણે
કે એવા મળ્યાં આપણે, હવે બસ થયા આપણે.
0 પ્રત્યાઘાતો:
Post a Comment