આ નભ ઝૂકયું તે કાનજી - પ્રિયકાન્ત મણિયાર
આજે કવિ પ્રિયકાન્ત મણિયારની ૮૪મી વર્ષગાંઠ છે. આ દિવસે માણીયે તેમની આ અમર રચના. કવિની આ સહુથી પ્રિય રચના છે. કાવ્યસંમેલનનાં અંતે આ રચના તેઓ અચૂક ગાતા. બસ આજે માણીયે કૃષ્ણ રાધાના આ દ્વૈત-અદ્વૈતને.
કવિ - પ્રિયકાન્ત મણિયાર
સ્વર - હંસા દવે
સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વર - નિરૂપમા શેઠ
સંગીત - અજિત શેઠ
સ્વર - હેમા દેસાઇ
સંગીત - આસિત દેસાઇ
આ નભ ઝૂકયું તે કાનજી,ને ચાંદની તે રાધા રે.
આ સરવરજલ તે કાનજી,ને પોયણી તે રાધા રે.
આ બાગ ખીલ્યો તે કાનજી,ને લ્હેરી જતી તે રાધા રે.
આ પરવત-શિખર કાનજી,ને કેડી ચડે તે રાધા રે.
આ ચાલ્યાં ચરણ તે કાનજી,પગલી પડે તે રાધા રે.
આ કેશ ગૂંથ્યા તે કાનજી,ને સેંથી પૂરી તે રાધા રે.
આ દીપ જલે તે કાનજી,ને આરતી તે રાધા રે.
આ લોચન મારાં કાનજી,ને નજરું જુએ તે રાધા રે!
(Lyrics - Bina's Webblog)

1 પ્રત્યાઘાતો:
Enjoyed this great devoted poetry.
Congratulation.
ramesh patel(Aakashdeep)
Post a Comment