મુંબઇની કમાણી મુંબઇમાં સમાણી
હું મુંબઇ બે વાર ગયો છું. શહેર મને સહેજ પણ પસંદ ના પડ્યું. આજે મુંબઇની વાસ્તવિકતાને રજૂ કરતું આ
કવિ, સંગીત - અવિનાશ વ્યાસ
સ્વર - કિશોરકુમાર
લોકો સહુ કે છે કે મુંબઇમાં બહુ કમાણી
પણ મુંબઇની કમાણી, મુંબઇમાં સમાણી
જેવું ના સુકાયે મુંબઇના દરિયાનું પાણી
તેમ ના સુકાયે કોઇ દી' મુંબઇમાં જવાની
આ ચોપાટી અરે દેખાણી... હાં.....
આ તાજમહેલ હોટલ દેખાણી અરે હાં હાં
અને મુંબઇની શેઠાણી દેખાણી...દેખાણી
પાન-બીડુંને પાવડર ચોળી ઉંમર રાખે છાની
પણ મુંબઇની કમાણી, મુંબઇમાં સમાણી
એક નંબરનાં ઓછાં ને બે નંબરનાં ઝાઝા
ખીસ્સા ખાલી, ભપકાં ભારી,જાણે આલમભરનાં રાજા
અહીં કોમકોમનું થય કચુંબર,જુદી જુદી વાણી
પણ મુંબઇની કમાણી, મુંબઇમાં સમાણી
અહીં બાર ફૂટની ઓરડીવાળા મોટા મોટં માળા,
અહીં શેઠ કરતાં થઇ સવાયાં ફરે શેઠનાં સાળા
આ ટોળામાં ખબર પડે નઇ કોણ પુરુષ કોણ બાળા
અહીં જુવાનનાં વાળ ધોળા ને ઘરડાંના વાળ કાળા
સાંજ પડે સૌ ભેળપુરીની કરતાં રોજ ઉજાણી
પણ મુંબઇની કમાણી, મુંબઇમાં સમાણી
અહીં મહાલક્ષ્મી રેસ ને મહાલક્ષ્મી છે માતા
અહીં લાખો લોક હારે ને લાખો કમાતાં,
અરે એક મિનિટમાં બસ્સો-પાંચસો થઇ જતાં ધાણી
પણ મુંબઇની કમાણી, મુંબઇમાં સમાણી
અહીં રવિવાર છે રંગીલો એને સહુ કહેતા સન્ડે
અહીં રસ્તા વચ્ચે ચાલે એને પોલીસ મારે ડંડે
કોઇ સજ્જન છે કરમરકર ને કોઇ સજ્જન લોખંડે
નાના-મોટાં સહુએ દોડે પોતપોતાને ધંધે
અહીં રે'વું હોય તો ઇકડમ-તીકડમ ભાષા લેવી જાણી
પણ મુંબઇની કમાણી, મુંબઇમાં સમાણી
કવિ, સંગીત - અવિનાશ વ્યાસ
સ્વર - કિશોરકુમાર
લોકો સહુ કે છે કે મુંબઇમાં બહુ કમાણી
પણ મુંબઇની કમાણી, મુંબઇમાં સમાણી
જેવું ના સુકાયે મુંબઇના દરિયાનું પાણી
તેમ ના સુકાયે કોઇ દી' મુંબઇમાં જવાની
આ ચોપાટી અરે દેખાણી... હાં.....
આ તાજમહેલ હોટલ દેખાણી અરે હાં હાં
અને મુંબઇની શેઠાણી દેખાણી...દેખાણી
પાન-બીડુંને પાવડર ચોળી ઉંમર રાખે છાની
પણ મુંબઇની કમાણી, મુંબઇમાં સમાણી
એક નંબરનાં ઓછાં ને બે નંબરનાં ઝાઝા
ખીસ્સા ખાલી, ભપકાં ભારી,જાણે આલમભરનાં રાજા
અહીં કોમકોમનું થય કચુંબર,જુદી જુદી વાણી
પણ મુંબઇની કમાણી, મુંબઇમાં સમાણી
અહીં બાર ફૂટની ઓરડીવાળા મોટા મોટં માળા,
અહીં શેઠ કરતાં થઇ સવાયાં ફરે શેઠનાં સાળા
આ ટોળામાં ખબર પડે નઇ કોણ પુરુષ કોણ બાળા
અહીં જુવાનનાં વાળ ધોળા ને ઘરડાંના વાળ કાળા
સાંજ પડે સૌ ભેળપુરીની કરતાં રોજ ઉજાણી
પણ મુંબઇની કમાણી, મુંબઇમાં સમાણી
અહીં મહાલક્ષ્મી રેસ ને મહાલક્ષ્મી છે માતા
અહીં લાખો લોક હારે ને લાખો કમાતાં,
અરે એક મિનિટમાં બસ્સો-પાંચસો થઇ જતાં ધાણી
પણ મુંબઇની કમાણી, મુંબઇમાં સમાણી
અહીં રવિવાર છે રંગીલો એને સહુ કહેતા સન્ડે
અહીં રસ્તા વચ્ચે ચાલે એને પોલીસ મારે ડંડે
કોઇ સજ્જન છે કરમરકર ને કોઇ સજ્જન લોખંડે
નાના-મોટાં સહુએ દોડે પોતપોતાને ધંધે
અહીં રે'વું હોય તો ઇકડમ-તીકડમ ભાષા લેવી જાણી
પણ મુંબઇની કમાણી, મુંબઇમાં સમાણી
1 પ્રત્યાઘાતો:
Very good. Enjoyed the song. Thanks.
Post a Comment