Sunday 2 January 2011

આપણા દુ:ખનું કેટલું જોર ? – રાજેન્દ્ર શાહ

આજે કવિ રાજેન્દ્ર શાહની પુણ્યતિથી છે. તેમના શબ્દનો આસ્વાદ માણી તેમને શ્રદ્ધાંજલી અર્પીએ.

કવિ - રાજેન્દ્ર શાહ
સ્વર - હરિહરન
સંગીત - અજિત શેઠ





ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ?
નાની એવી જાતક વાતનો મચવીએ નહિ શોર !

ભારનુ વાહન કોણ બની રહે? નહી અલૂણનું કામ,
આપણ તો બડભાગી, ખમીરનું આજ ગવાય રે ગાન;
સજલ મેઘની શાલપે સોહે રંગધનુષની કોર.

જલભરી દ્રગ સાગર પેખે, હસતી કમળફૂલ,
કોકડું છે પણ રેશમનું, એનું ઝીણું વણાય દુકૂલ;
નિબિડ રાતના કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર.

આપણે ના કંઈ રંક, ભર્યોભર્યો માંહ્યલો કોશ અપાર;
આવવા દો જેને આવવું આપણે, મૂલવશું નિરધાર;
આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર.

(શબ્દો - લયસ્તરો)

2 પ્રત્યાઘાતો:

pragnaju Sunday, January 02, 2011 7:13:00 am  

કવિ રાજેન્દ્ર શાહની પુણ્યતિથી
તેમને શ્રદ્ધાંજલી અર્પીએ

Ramesh Patel Monday, January 03, 2011 1:58:00 am  

સુંદર કૃતિથી પુણ્ય સ્મરણ.
રમેશ પટેલ(આકાશદીપ)

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP