Monday 3 January 2011

તારી આંખનો અફીણી - વેણીભાઇ પુરોહિત

દિલીપ ધોળકીયા અને આ ગીત જાણે એકબીજાના પર્યાય છે. બહુ ઓછા ગાયક અને સંગીતકારને એવું નસીબ મળે છે કે એમણે ગાયેલું અને સ્વરબદ્ધ કરેલું કોઇ ગીત ગીતકારના બદલે તેમના નામે ઓળખાય. મોટાભાગના સંગીતપ્રેમીઓ આ ગીત દિલીપ ધોળકીયાનું જ સર્જન માને છે. થોડા માસ પહેલા મનહર ઉઅધાસ સાહેબે પણ આ ગીત દિલીપ ધોળકીયાનું છે તેમ જણાવ્યું હતું. આજે આ ગીત સાંભળીને તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરીયે.

ફિલ્મ - દિવાદાંડી
કવિ - વેણીભાઇ પુરોહિત
સ્વર - દિલીપ ધોળકીયા
સંગીત - અજિત મર્ચંટ




તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો .

આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલો.

પાંખોની પરખે પરબડી, આંખો જુએ પિયાવો
અદલ બદલ તનમનની મોસમ, ચાતકનો ચકરાવો
તારા રંગનગરનો રસિયો નાગર એકલો

ધીમી ધીમી પગલી તારી ધીમી કંઇક અદાઓ
કમર કરે છે લચક અનોખી રૂપ તણાં લટકાઓ
તારી અલબેલી એ ચાલનો ચાહક એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

તું કામણગારી રાધા ને હું કાનો બંસીવાળો
તું ચંપા વરણી ક્રિષ્ન કળી હું કામણગારો કાનો
તારા ગાલની લાલી નો ગ્રાહક એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની વીતી,
પ્રીતવાવડી સદા છલકતી, જાય જિંદગી પીતી,
તારા હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

ઠરી ગયા કામણનાં દીપક, નવાં નૂરનો નાતો,
ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતો.
તારી પાનીને પગરસ્તે ચાલું એકલો… હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

(શબ્દો - લયસ્તરો)

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP