આપણા સંબંધ - ભાગ્યેશ ઝા
કવિ - ભાગ્યેશ ઝા
સ્વર,સંગીત - સોલી કાપડિયા
આપણા સંબંધ આપણી વચ્ચે નામ વિનાના,
આપણે રસ્તા-રસ્તા તોય્ ગામ વિનાના
કેટલા જનમ મ્હેણું રહેશે મળવાનું આ કે'ણ
કેટલાં ઝરણાં ભેગા થઇને થાય નદીનું વ્હેણ
આપણે કાંઠે લંગર તોયે વ્હાણ વિનાના
આપણે રસ્તા-રસ્તા તોય્ર ગામ વિનાના
ઝાડતી પડતાં પાંદડા ઉપર કૂંપળ આંસુ સારે,
ઝાડની છાયા તડકો પહેરી લૂંછવાનું શું ધારે
આપણે મૂળમાં ઝાડ છતાંયે આભ વિનાના
આપણે રસ્તા-રસ્તા તોય્ર ગામ વિનાના
સ્વર,સંગીત - સોલી કાપડિયા
આપણા સંબંધ આપણી વચ્ચે નામ વિનાના,
આપણે રસ્તા-રસ્તા તોય્ ગામ વિનાના
કેટલા જનમ મ્હેણું રહેશે મળવાનું આ કે'ણ
કેટલાં ઝરણાં ભેગા થઇને થાય નદીનું વ્હેણ
આપણે કાંઠે લંગર તોયે વ્હાણ વિનાના
આપણે રસ્તા-રસ્તા તોય્ર ગામ વિનાના
ઝાડતી પડતાં પાંદડા ઉપર કૂંપળ આંસુ સારે,
ઝાડની છાયા તડકો પહેરી લૂંછવાનું શું ધારે
આપણે મૂળમાં ઝાડ છતાંયે આભ વિનાના
આપણે રસ્તા-રસ્તા તોય્ર ગામ વિનાના
0 પ્રત્યાઘાતો:
Post a Comment