કસ્તુરી તિલકમ - કૃષ્ણસ્તુતિ
આજે શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજજીની ૮૧મી જન્મજયંતી છે. તેમને ખુબ ખુબ અભિનંદન તથા ઇશ્વરને તેમના લાંબા આરોગ્યપ્રદ અને સંગીતમય જીવન માટે પ્રાર્થના. આજે સાંભળીયે આ સ્તુતિ.
સ્વર - પંડિત જસરાજ
કસ્તુરી તિલકમ લલાટપટલે, વક્ષસ્થલે કૌસ્તુભમ ।
નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુ કરે કંકણમ ॥
સર્વાંગે હરિચંદનમ સુલલિતમ, કંઠે ચ મુક્તાવલી ।
ગોપસ્ત્રી પરિવેશ્તિથો વિજયતે ગોપાલ ચુડામણી ॥
(ભાવાર્થ - જેમના ભાલમાં કસ્તુરીનુ તિલક અને વક્ષસ્થળ પર કૌસ્તુભ મણિ , નાસિકાના અગ્ર ભાગે શ્રેષ્ઠ મોતીઓ તથા હાથમા વાંસળી અને સોનાના કડાં (શોભે) છે.
જેમના અંગેઅંગ પર પવિત્ર ચંદનનો લેપ કર્યો છે, કંઠમાં મોતીની માળા છે, જે ગોપીઓ સાથે લીલા કરે છે એવા ગોપાલક ભગવાન કૃષ્ણનો જય હો.)
(ભાવાનુવાદ સંસ્કૃતના મારા (આછાપાતળા) જ્ઞાનને આધારે કર્યો છે. સૂચન આવકાર્ય છે.)
0 પ્રત્યાઘાતો:
Post a Comment