હોઇએ આપણ જેવાં - તુષાર શુક્લ
કવિ - તુષાર શુક્લ
સ્વર - દિપ્તી દેસાઇ
સંગીત - ગૌરાંગ વ્યાસ
હોઇએ આપણ જેવાં એવાં દેખાવાની મોસમ આવી
અંદર બહાર થઇને લથબથ ભીંજાવાની મોસમ આવી.
ઘડીક વાદળ, ઘડીક તડકો, ઘડીક વર્ષા, ઘડીક ભડકો
એક-મેકના ખોવાવાની, જડી જવાની મોસમ આવી.
એકબીજાને દૂર દૂરથી જોયા કરતાં આમ ભલેને
આજ અડોઅડ એક-મેકને અડી જવાની મોસમ આવી.
રેશમ રેશમ રૂપને પાછું ભીના થઇને કહેકે અડકો,
આજ પારદર્શક સુંદરતા નડી જવાની મોસમ આવી.
વીતેલા વર્ષોને ભૂલી ચાલ ફરીથી પલળિ જઇએ,
ફરી ફરીને, ફરી પ્રેમમાં પડી જવાની મોસમ આવી.
સ્વર - દિપ્તી દેસાઇ
સંગીત - ગૌરાંગ વ્યાસ
હોઇએ આપણ જેવાં એવાં દેખાવાની મોસમ આવી
અંદર બહાર થઇને લથબથ ભીંજાવાની મોસમ આવી.
ઘડીક વાદળ, ઘડીક તડકો, ઘડીક વર્ષા, ઘડીક ભડકો
એક-મેકના ખોવાવાની, જડી જવાની મોસમ આવી.
એકબીજાને દૂર દૂરથી જોયા કરતાં આમ ભલેને
આજ અડોઅડ એક-મેકને અડી જવાની મોસમ આવી.
રેશમ રેશમ રૂપને પાછું ભીના થઇને કહેકે અડકો,
આજ પારદર્શક સુંદરતા નડી જવાની મોસમ આવી.
વીતેલા વર્ષોને ભૂલી ચાલ ફરીથી પલળિ જઇએ,
ફરી ફરીને, ફરી પ્રેમમાં પડી જવાની મોસમ આવી.
1 પ્રત્યાઘાતો:
કવિશ્રી તુષાર શુક્લના ગીતનુ લખાણ અને જે ગીત વાગે છે તે અલગ છે.
તપાસવા વિનંતી.
Post a Comment