કટ્ટમ કટ્ટી કટોકટી - અવિનાશ વ્યાસ
ઉત્તરાયણની ખુબ ખુબ શુભેચ્છા. આજે માણો આ પતંગ ગીત.
કવિ - અવિનાશ વ્યાસ
સ્વર - પાર્થિવ ગોહીલ
સંગીત - ગૌરાંગ વ્યાસ
કટ્ટમ કટ્ટી કટોકટી...
કવિ - અવિનાશ વ્યાસ
સ્વર - પાર્થિવ ગોહીલ
સંગીત - ગૌરાંગ વ્યાસ
કટ્ટમ કટ્ટી કટોકટી...
ઉંધી ચત્તી કટોકટી...
રંગીલો સંસાર ગગનમાં,
રંગીલો સંસાર...
કોઇ લાલ વાદળી પીળો
કોઇ શ્વેત કેસરી નીલો
કોઇ સ્થિર, કોઇ અસ્થિર
ને કોઇ હઠીલો..
પતંગનો પરિવાર જગતમાં,
પતંગનો પરિવાર...
કોઇ ફસ્કી જાય, ને કોઇ રડે
કોઇ ચડે એવો પડે ને
કોઇ ગોથા ખાય કોઇ લડે..
પટ્ટાદાર, જાનદાર, મંગુદાર..
આંકેદાર.. ચોકડીદાર..
કાગળ જેવી કાયામાં પણ
માયાનો નહીં પાર...
કોઇ કોઇને ખેંચી કાપે,
કોઇની ઢીલ કોઇને સંતાપે
કોઇ કપાતું આપોઆપે,
કોઇ કપાતું કોઇના પાપે
કોઇ પતંગ પંડે પટકાતો
ઊદ્દી, ખેંશિયો, પાવલો,
અડધિયો, પોણિયો, આખિયો,
આ રંગીન જન્મ-મરણની દુનિયાનો
કોઇ ન પામ્યું પાર
પતંગનો પરિવાર
1 પ્રત્યાઘાતો:
patangotsav samaye khub j karnapriya geet.
Post a Comment