ઝૂકી પડ્યો ઊંચો હિમાલય - અવિનાશ વ્યાસ
બાપુનાં નિર્વાણદિનના દિવસે આ સુંદર રચના. દેશ માટે જીવન સમર્પિત કરીને અમર થયેલા બાપુને આપણી સાચા હ્રદયથી શ્રદ્ધાંજલી.
આમતો ગાંધીજીના મોટાભાગના વિચારો સાથે હું સંમત નથી. ખાસ કરીને રાજકારણ, અર્થકારણ વિશે તો તેમનો કડક ટીકાકાર છું. સ્વાતંત્રય ચળવળમાં તેમના પ્રદાનને બહુ જ વધારે પડતું ચગાવી બતાવામાં આવે છે. હા પણ, સમાજમાં જાગૃતિ લાવવા બદલ તેમનું પ્રદાન ભુલાય નહિ તેવું છે. મારા જે વૈચારીક મતભેદ હોય, પણ તેમનું વ્યક્તિત્તવ સાચે જ આકર્ષનારું તો રહ્યું જ છે. બસ રાષ્ટ્રપિતાને હ્રદયપૂર્વકની અંજલી.
કવિ,સંગીત - અવિનાશ વ્યાસ
ઝૂકી પડ્યો ઊંચો હિમાલય, લજ્જાથી શરમાઇ ગયો,
ઘરનો દીવો, કોઇઘરના માણસના હાથે જ બુઝાઇ ગયો.
જરૂર પડી જગદિશ્વરને પણ ગાંધી જેવા જણની,
એણે ખૂંચવી લીધી મોંધી માટી આ ભારતની.
એના વિના મારગ ન સૂઝે, આતમડો અટવાઇ ગયો
ઘરનો દીવો, કોઇ ઘરના માણસના હાથે જ બુઝાઇ ગયો.
એની હિંસા જેણે ના કદી હિંસાનો વિચાર કર્યો
એની ચિતાને ચેતવનારો અગ્નિ પણ શરમાઇ ગયો.
ઝૂકી પડ્યો ઊંચો હિમાલય, લજ્જાથી શરમાઇ ગયો,
ઘરનો દીવો, કોઇઘરના માણસના હાથે જ બુઝાઇ ગયો.
નોંધ - આપણે હજુ સુધી ગાંધીજીની હત્યાને એક જ બાજુથી જોઇ છે. ન્યાયનો તકાદો છે કે ગુનેગારને પણ તેની વાત રજૂ કરવાની તક આપવી. પણ આપણે નથુરામ ગોડસેને પોતાનો પક્ષ વ્યકત કરવાની કોઇ તક આપ્યા વગર ગુનેગાર કહી દીધો. જાણીતા સામાયિક 'સફારી'માં ગાંધીજીની હત્યાનું અત્યંત તટસ્થ વિશ્લેષણ આપ્યું છે. મળે તો જરૂરથી વાંચજો.

0 પ્રત્યાઘાતો:
Post a Comment