બંધ પરબીડિયામાંથી
ર.પાનાં ઊર્મિકાવ્યો તો આપણે સહુએ માણ્યાં છે. પણ આજે તેમની એક ગઝલ માણીયે.
કવિ - રમેશ પારેખ
સ્વર - હેમા દેસાઇ
સંગીત -આસિત દેસાઇ
બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને
બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને
ટપાલ જેમ તમે ઘેર-ઘેર પહોંચો પણ
સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને
ખજૂરી જેટલો છાંયો મળે - એ સિક્કાની
બીજી બાજુય છે એવી કે, રણ મળે તમને
વિખૂટું હોય છે તેને ભૂલી જવા માટે
સમક્ષ હોય છે તેનું શરણ મળે તમને
તમારા કંઠમાં પહેલાં તો એક છિદ્ર મળે
પછી તૃષા ને પછીથી ઝરણાં મળે તમને
સ્વર - હેમા દેસાઇ
સંગીત -આસિત દેસાઇ
બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને
બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને
ટપાલ જેમ તમે ઘેર-ઘેર પહોંચો પણ
સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને
ખજૂરી જેટલો છાંયો મળે - એ સિક્કાની
બીજી બાજુય છે એવી કે, રણ મળે તમને
વિખૂટું હોય છે તેને ભૂલી જવા માટે
સમક્ષ હોય છે તેનું શરણ મળે તમને
તમારા કંઠમાં પહેલાં તો એક છિદ્ર મળે
પછી તૃષા ને પછીથી ઝરણાં મળે તમને
ઝરણાં નહીં તો એના પ્રાસથી ચલાવી લ્યો
અહીં અભાવનું વાતાવરણ મળે તમને
જાવ, નિર્વીર્ય હે શબ્દો, તમોને આશિષ છે
તમારા કલૈબ્યનું વાજીકરણ મળે તમને
(શબ્દો -છ અક્ષરનું નામ)
અહીં અભાવનું વાતાવરણ મળે તમને
જાવ, નિર્વીર્ય હે શબ્દો, તમોને આશિષ છે
તમારા કલૈબ્યનું વાજીકરણ મળે તમને
(શબ્દો -છ અક્ષરનું નામ)
1 પ્રત્યાઘાતો:
કવિ શ્રી રમેશ પારેખની મનનીય રચના.
મીઠા અવાજમા સુરીલુ સંગીત સાંભળવાની મઝા આવી.
આભાર.
Post a Comment