આવકારો મીઠો આપજે - દુલા ભાયા 'કાગ'
આવતી કાલે કવિ કાગની પુણ્યતિથી છે. તેમને આપણી શ્રદ્ધાંજલી. માણીયે તેમનું આ ગીત.
ફિલ્મ - મહાસતી સાવિત્રી
કવિ - કાગ
સ્વર - પ્રફુલ્લ દવે
સંગીત - ????
તારે આંગણિયે કોઇ આશા કરીને આવે રે…
આવકારો મીઠો….આપજે રે …. જી….
તારે કાને કોઇ સંકટ સંભળાવે રે…
બને તો થોડું……કાપજે રે…. જી…..
માનવીની પાસે કોઇ…..માનવી ન આવે… રે…..
તારા દિવસો દેખીને દુઃખિયાં આવે રે….
આવકારો મીઠો….આપજે રે ….જી….
કેમ તમે આવ્યા છો?…. એમ નવ કે’જે…..રે…
એને ધીરે રે ધીરે તું બોલવા દેજે રે..
આવકારો મીઠો…..આપજે રે…..જી…
વાતું એની સાંભળીને….આડું નવ જોજે….રે….
એને માથું રે હલાવી હોંકારો દેજે રે..
આવકારો મીઠો…..આપજે રે….જી….
પેલા એને પાણી પાજે……સાથે બેસી ખાજે….રે…..
એને ઝાંપા રે સુધી તું વળાવા જાજે રે…
આવકારો મીઠો…. આપજે રે….જી….
(શબ્દો - અમીઝરણું)
ફિલ્મ - મહાસતી સાવિત્રી
કવિ - કાગ
સ્વર - પ્રફુલ્લ દવે
સંગીત - ????
તારે આંગણિયે કોઇ આશા કરીને આવે રે…
આવકારો મીઠો….આપજે રે …. જી….
તારે કાને કોઇ સંકટ સંભળાવે રે…
બને તો થોડું……કાપજે રે…. જી…..
માનવીની પાસે કોઇ…..માનવી ન આવે… રે…..
તારા દિવસો દેખીને દુઃખિયાં આવે રે….
આવકારો મીઠો….આપજે રે ….જી….
કેમ તમે આવ્યા છો?…. એમ નવ કે’જે…..રે…
એને ધીરે રે ધીરે તું બોલવા દેજે રે..
આવકારો મીઠો…..આપજે રે…..જી…
વાતું એની સાંભળીને….આડું નવ જોજે….રે….
એને માથું રે હલાવી હોંકારો દેજે રે..
આવકારો મીઠો…..આપજે રે….જી….
પેલા એને પાણી પાજે……સાથે બેસી ખાજે….રે…..
એને ઝાંપા રે સુધી તું વળાવા જાજે રે…
આવકારો મીઠો…. આપજે રે….જી….
(શબ્દો - અમીઝરણું)
0 પ્રત્યાઘાતો:
Post a Comment