મારે કોને જઇને કહેવું - રમણભાઇ પટેલ
કવિ - રમણભાઇ પટેલ
સ્વર - નિશા ઉપાધ્યાય
સંગીત - શ્યામલ સૌમિલ
મારે કોને જઇને કહેવું?,
હે સખી મારે તે શું હવે કહેવું.
કોઇ સ્વપ્નના ભેદ ખુલ્યા ત્યાં,
રણઝણિ બંસરી મીઠી,
પિયું દર્શનની પળ આવી ત્યાં
વિદાય એની દીઠી.
એનું મનોહર રૂપ કેવું
હે સખી મારે તે શું હવે કહેવું.
સ્નેહ તણી સરિતાને કાંઠે
રૂપ દીઠું છલકાતાં,
સ્મરણોથી ભીંજાયું અંતર,
તોય ના ઉર શાતા
મારે પળપળ બળતાં રહેવું,
હે સખી મારે તે શું હવે કહેવું.
સ્વર - નિશા ઉપાધ્યાય
સંગીત - શ્યામલ સૌમિલ
મારે કોને જઇને કહેવું?,
હે સખી મારે તે શું હવે કહેવું.
કોઇ સ્વપ્નના ભેદ ખુલ્યા ત્યાં,
રણઝણિ બંસરી મીઠી,
પિયું દર્શનની પળ આવી ત્યાં
વિદાય એની દીઠી.
એનું મનોહર રૂપ કેવું
હે સખી મારે તે શું હવે કહેવું.
સ્નેહ તણી સરિતાને કાંઠે
રૂપ દીઠું છલકાતાં,
સ્મરણોથી ભીંજાયું અંતર,
તોય ના ઉર શાતા
મારે પળપળ બળતાં રહેવું,
હે સખી મારે તે શું હવે કહેવું.
0 પ્રત્યાઘાતો:
Post a Comment