શોધતો હતો ફૂલ - ચંદ્રકાન્ત શેઠ
આજે કવિ ચંદ્રકાન્ત શેઠની ૭૩મી વર્ષગાંઠ. તેની ખુબ ખુબ વધામણી. આજે માણીયે તેમની આ રચના. લગભગ દસમા ધોરણમાં આ કાવ્ય ભણ્યા હતાં. મન મહેંકાવી ઊઠે તેવું કાવ્ય છે.
શોધતો હતો ફૂલને ફોરમ શોધતી હતી મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.
ક્યાંક રે આંબો ટહુક્યો
એની મનમાં મ્હેકી વાત,
કમળ જેવો ખીલતો દિવસ,
પોયણા જેવી રાત.
શોધતો રહ્યો ચાંદ ને રહી ચાંદની શોધતી મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.
આંખ મીંચું ત્યાં
જૂઈનું ગાલે અડતું ઝાકળફૂલ,
મનમાં હળુક લ્હેરવા લાગે
વ્યોમની કિરણ-ઝૂલ.
શોધતો જેની પગલી એનો મારગ શોધે મને,
એકબીજાને શોધતા ગયાં દૂર, તો આવ્યાં કને.
(શબ્દો - લયસ્તરો)
0 પ્રત્યાઘાતો:
Post a Comment