નાણાવટી રે સાજન - લગ્નગીત
સ્વર - લલીતા ઘોડાદ્રા
સ્વર - મિનાક્ષી સુખડીયા
સંગીત - ભગવતી પ્રસાદ ભટ્ટ
નાણાવટી રે સાજન બેઠું માંડવે,
લાખોપતિ રે સાજન બેઠું માંડવે.
જેવા ભરી સભાના રાજા,
એવા વરકન્યાનાં દાદા
એવાં વર કન્યાનાં માતા.
જેવા આકાશ માંયેની નાભી,
અવાં વરકન્યાનાં ભાભી.
સ્વર - મિનાક્ષી સુખડીયા
સંગીત - ભગવતી પ્રસાદ ભટ્ટ
નાણાવટી રે સાજન બેઠું માંડવે,
લાખોપતિ રે સાજન બેઠું માંડવે.
જેવા ભરી સભાના રાજા,
એવા વરકન્યાનાં દાદા
જેવા ગુલાબના ફૂલ રાતા
જેવા અતલસ માંયેના તાકા
એવાં વરકન્યાના કાકા
જેવી સોના કેરી ચાકી
એવા વરકન્યાનાં કાકી
જેવાં ચૈત્ર વૈશાખના આંબા
એવા વરકન્યાના મામા
જેવી આંબે કેરી પાકી
એવી વરકન્યાના મામી
જેવાં હાર માંયેના હીરા,
એવાં વરકન્યાના વીરાં.
જેવા આકાશ માંયેની નાભી,
અવાં વરકન્યાનાં ભાભી.
જેવી ફૂલવાડીની વેણી,
એવા વરકન્યાનાં બેની.
નાણાવટી રે સાજન બેઠું માંડવે,
લાખોપતિ રે સાજન બેઠું માંડવે.
0 પ્રત્યાઘાતો:
Post a Comment