Thursday 10 February 2011

નર્મદાષ્ટક - આદિ શંકરાચાર્ય

આજે આપણા ગુજરાતની લોકમાતા નર્મદાનો પ્રાગટ્ય દિવસ છે. પુરાણો મુજબ મહા સુદ સાતમના દિવસે ભગવાન શંકરે પોતાના આશીર્વાદ દ્વારા નર્મદા નદીનું પ્રાગટ્ય કર્યું. આપણી સંસ્કૃતિ મુજબ યમુનામાં સ્નાન કરવાથી, જ્યારે ગંગાના આચમન દ્વારા પાપમુક્ત થવાય છે. પણ નર્મદાના તો દર્શનથી જ સઘળાં પાપોનો નાશ થાય છે. વિશ્વમાં કદાચ નર્મદા એકલી નદી છે જેની પરિકમ્મા કરવામા આવે છે. તેને અત્યંત પુણ્યશાળી મનાય છે.

પુણ્ય તો ખબર નહીં, પણ નાનપણમાં અમૃતલાલ વેગડ અને બીજા કેટલાક લેખકોની કલમે નર્મદાની પરિકમ્મા (કે પરિક્રમા)નું અદભુત વર્ણન વાંચ્યું છે. નર્મદાના કિનારા પર જાણે તેમની જોડે રખડ્યાં છે. મનમાં ઊંડે ઊંડે તેની પરિક્રમા કરવાની પણ ખુબ ઇચ્છા છે. પ્રકૃતિ સાથે આટલો સરસ સાક્ષાત્કાર કરવાની તક ક્યારે મળશે ખબર નહીં. હા પણ નર્મદાની સતત નહીં પરંતુ કલીક પરિક્રમા કરવાનો તો મનસુબો છે. આ પરિક્રમામાં સતત નર્મદાની પરિક્રમા નથી કરાતી, પણ દર વર્ષે સગવડ મુજબ યાત્રી થોડા કિલોમિટરની પરિક્રમા કરે છે અને પછીના વર્ષે આ યાત્રા આગળ ધપાવે છે. ઇચ્છા તો છે, પછી જે ભવિષ્યમાં સંજોગ થાય.

રચના - આદિ શંકરાચાર્ય
સ્વર - ????




                    
સવિન્દુસિન્ધુ-સુસ્ખલત્તરંગભંગ-રંજિતં ,
દ્વિષત્સુપાપજાત-જાતકારિ વારિસંયુતમ્ |
કૃતાન્ત-દૂતકાલભૂત-ભીતિહારિ વર્મદે ,
ત્વદીયપાદ પંકજં નમામિ દેવિ નર્મદે || ૧ || 

ત્વદમ્બુ-લીન-દીન-મીન-દિવ્યસમ્પ્રદાયકં, 
કલૌ મલૌધ-ભારહારિ સર્વતીર્થનાયકમ્ |
સુમત્સ્ય-કચ્છ-નક્ર્ર-ચક્ર-ચક્રવાક-શર્મદે || ત્વદીયપાદ પંકજં૦ || ૨ || 

મહાગભીર-નીરપૂર પાપધૂત-ભૂતલં ,
ઘ્વનત્-સમસ્ત-પાતકારિ-દારિતાપદાચલમ્ |
જગલ્લયે મહાભયે મૃકણ્ડુસૂનુ-હર્મ્યદે || ત્વદીયપાદ પંકજ૦ || ૩ || 

ગતં તદૈવ મે ભયં ત્વદમ્બુ વીક્ષિતં યદા, 
મૃકણ્ડસૂનુ-શૌનકાસુરારિસેવિ સર્વદા |
પુવર્ભવાબ્ધિ-જન્મજં ભવાબ્ધિ-દુ:ખવર્મદે || ત્વદીયપાદ પંકજ૦ || ૪ || 

અલક્ષ-લક્ષ-કિન્નરામરાસુરાદિપૂજિતં , 
સુલક્ષ નીરતીર-ધીરપક્ષિ-લક્ષકૂજિતમ્ | 
વશિષ્ઠશિષ્ટ-પિપ્પલાદ-કર્દમાદિ શર્મદે || ત્વદીયપાદ પંકજં૦ || ૫ ||

સનત્કુમાર-નાચિકેત કશ્યપાત્રિ-ષટ્પદૈ- 
ર્ઘૃતં સ્વકીયમાનસેષુ નારદાદિષટ્પદૈ: |
રવીનદુ-રન્તિદેવ-દેવરાજ-કર્મ શર્મદે || ત્વદીયપાદ પંકજં૦ || ૬ || 

અલક્ષલક્ષ-લક્ષપાપ-લક્ષ-સાર-સાયુધં ,
તતસ્તુ જીવ-જન્તુતન્તુ મુક્તિમુક્તિદાયકં | 
વિરઞ્ચિ-વિષ્ણુ-શંકર-સ્વકીયધામ વર્મદે || ત્વદીયપાદ પંકજં૦ || ૭ || 

અહોડમૃતં સ્વનં શ્રુતં મહેશકેશજાતટે ,
કિરાત સૂત-વાડવેષુ પણ્ડિતે શઠે નટે | 
દુરન્ત-પાપ-તાપ-હારિ-સર્વજન્તુ-શર્મદે || ત્વદીયપાદ પંકજં૦ || ૮ || 

ઇદન્તુ નર્મદાષ્ટકં ત્રિકાલમેવ યે સદા 
પઠન્તિ તે નિરન્તરં ન યાન્તિ દુર્ગતિ કદા |
સુલભ્ય દેહદુર્લભં મહેશધામ ગૌરવં 
પુનર્ભવા નરા ન વૈ વિલોકયન્તિ રૌરવમ્ || ૯ || 

(શબ્દો - Wikisource)

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP