આજ મારા હૈયામાં - સુરેશ દલાલ
ફાગણની ખુબ ખુબ શુભેચ્છા. ફાગણના આગમનને વધાવીયે, આ ફાગણના ફાગથી.
કવિ - સુરેશ દલાલ
સ્વર - ઐશ્વર્યા
સંગીત - ક્ષેમુ દિવેટીયા
આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ રે
પિચકારી મારો નહિ ગિરધારી લાલ રે.
તારા તે કાળજાને કેસૂડે લાલ લાલ
ઝૂલે મારા અંતરની ડાળ,
રોમ આ રંગાય મારું તારી તે આંખના
ઊડતા અણસાર ને ગુલાલ
રાધિકાનો રંગ એક તારું તે વ્હાલ રે.
પિચકારી મારો નહિ ગિરધારી લાલ રે.
મીઠેરી મુરલીના સૂર તણી ધાર થકી
ભીનું મારા આયખાનું પોત,
અંતર ને આંખના અબીલ ગુલાલની
આજ લાગી વ્હાલી મને ચોટ
કવિ - સુરેશ દલાલ
સ્વર - ઐશ્વર્યા
સંગીત - ક્ષેમુ દિવેટીયા
આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ રે
પિચકારી મારો નહિ ગિરધારી લાલ રે.
તારા તે કાળજાને કેસૂડે લાલ લાલ
ઝૂલે મારા અંતરની ડાળ,
રોમ આ રંગાય મારું તારી તે આંખના
ઊડતા અણસાર ને ગુલાલ
રાધિકાનો રંગ એક તારું તે વ્હાલ રે.
પિચકારી મારો નહિ ગિરધારી લાલ રે.
મીઠેરી મુરલીના સૂર તણી ધાર થકી
ભીનું મારા આયખાનું પોત,
અંતર ને આંખના અબીલ ગુલાલની
આજ લાગી વ્હાલી મને ચોટ
રાધિકાનો રંગ એક તારું તે વ્હાલ રે.
પિચકારી મારો નહિ ગિરધારી લાલ રે.
0 પ્રત્યાઘાતો:
Post a Comment