એક જ્વાળા જલે - મહાકવિ નાન્હાલાલ
આજે મહાકવિ નાન્હાલાની જન્મતિથી. મારા અતિપ્રિય કવિને હ્રદયથી શ્રદ્ધાંજલી. સાંભળિયે તેમનું આગીત
કવિ - મહાકવિ નાન્હાલાલ
સ્વર - ઉસ્માન મીર
સંગીત - ભાનુ ઠાકર
એક જ્વાલા જલે તુજ નેનનમાં,
………….. રસજ્યોત નિહાળી નમું, હું નમું;
એક વીજ જલે નભમંડળમાં,
………….. રસજ્યોત નિહાળી નમું, હું નમું.
મધરાતના પહોર અઘોર હતા,
………….. અન્ધકારના દોર જ ઓર હતા;
તુજ નેનમાં મોર ચકોર હતા,
………….. રસજ્યોત નિહાળી નમું, હું નમું.
અહા ! વિશ્વનાં દ્વાર ખુલ્યાં-ઉછળ્યાં,
………….. અહા ! અબધૂતને બ્રહ્મયોગ મળ્યા;
અહા ! લોચન લોચન માંહી ઢળ્યાં,
………….. રસજ્યોત નિહાળી નમું, હું નમું.
દગ્બાણથી પ્રારબ્ધલેખ લખ્યા,
………….. કંઈ પ્રેમીએ પ્રેમપથી પરખ્યા;
અને આત્માએ આત્મનને ઓળખ્યો,
………….. રસજ્યોત નિહાળી નમું, હું નમું.
0 પ્રત્યાઘાતો:
Post a Comment