મેરું તો ડગે - ગંગા સતી
ગંગાસતીનું આ ભજન ૮માં ધોરણ ભણ્યાં હતાં. તેમના જીવન પર બનેલી ફિલ્મ 'ગંગાસતી'માં આ ભજન સાંભળ્યું હતું. સાચા ભક્તના લક્ષણ વર્ણવતું આ ગીતને કદાચ 'વૈષ્ણવજન' પછી બીજા સ્થાને મૂઈ શકાય. ગંગા સતીનાં આ જ ઉત્કૃષ્ટ ભક્તિભાવ અને સમર્પણને કારણે તેમને સૌરાષ્ટ્રના મીંરાબાઇ કહે છે. ગંગાસતીના જીવનની વધુ વિગતો વાંચો વિકીપીડીયા પર.
કવિયત્રી - ગંગા સતી
મેરુ તો ડગે પણ જેનાં મનડાં ડગે નહીં પાનબાઈ, મરને ભાંગી પડે બ્ર્હમાંડ રે,
વિપદ પડે પણ વણસે નહીં રે પાનબાઇ,તોઈ હરિજનનાં પરમાણ રે.
ચિત્તની વૃતિ સદા નિર્મળ રાખે રે, કોઇ દી' કરે નહીં આશ રે,
દાન દેવે પણ, રેવે અજાજી રે, વચનુંમાં રાખે વિશ્વાસ રે.
હરખ રે શોકની જેને ના’વે રે હેડકી ને આઠે રે પહોરે આનંદ રે
નિત્ય રહે સદા સંતોના સંગમાં તોડે રે માયા કેરાં ફંદ રે.
તન મન ધન જેણે પ્રભુને અર્પે રે, ધન્ય નિજાજી નરને નાર રે,
ગંગાસતી એમ બોલ્યાં રે પાનબાઇ, પ્રભુ પધારે એને દ્વાર રે.
0 પ્રત્યાઘાતો:
Post a Comment