ગોરી ઝાઝા ન રહીયે ગુમાનમાં - "ચૈતન્ય"
અજિતદાદાની વિદાય સમયે તેમને સ્વરાંજલી અર્પણ કરીયે તેમણે સંગીતબદ્ધ કરેલ આ ગીતથી.
ફિલ્મ - કરિયાવર
કવિ - ગિજુભાઇ વ્યાસ 'ચૈતન્ય'
સ્વર - ગીતા દત્ત, મુકેશ
સંગીત - અજિત મર્ચંટ
ગોરી ઝાઝા ન રહીયે ગુમાનમાં,
કે અમે સાચા કરીયે મનામણાં.
જુઓ સામે ન જઇએ ગુમાનમાં
કે મારા ખોટાં નથી આ રિસામણાં.
બોલો તો જાણીયે કે શાની રિસ છે
કે સામુ ના બોલવું, કેવી આ રીત છે.
ઓ બોલો, ઓ બોલો આછેરા ઝાંઝર ઝણકારમાં.
કે અમે સાચા કરીયે મનામણાં.
થાતી નથી મારાંથી વસમી આ ચાકરી
રહેણી આ ઘરની મને લાગે છે આકરી
કે રહ્યું, કે રહ્યું શું શું ન, સહુ કેરાં માનમાં
કે મારા ખોટાં નથી આ રિસામણાં.
હઠીલા આ બોલ ગોરી શોભે ન બોલવાં,
બોલી બગાડી મોટા ખોરડાં વગોવવાં,
ઓ ગોરી, ઓ ગોરી મુકો હવે આ રિસામણાં,
જો હું અળખામણી તો બીજીને લાવજો,
શણગારી ઢીંગલીને ઘરને શોભાવજો,
કે ઇ તો, કે ઇ તો, મ્હાલે આખાં તે મહાલમાં,
કે મારા ખોટાં નથી આ રિસામણાં.
સહુને હોળીની ખુબ ખુબ શુભેચ્છા.
ફિલ્મ - કરિયાવર
કવિ - ગિજુભાઇ વ્યાસ 'ચૈતન્ય'
સ્વર - ગીતા દત્ત, મુકેશ
સંગીત - અજિત મર્ચંટ
ગોરી ઝાઝા ન રહીયે ગુમાનમાં,
કે અમે સાચા કરીયે મનામણાં.
જુઓ સામે ન જઇએ ગુમાનમાં
કે મારા ખોટાં નથી આ રિસામણાં.
બોલો તો જાણીયે કે શાની રિસ છે
કે સામુ ના બોલવું, કેવી આ રીત છે.
ઓ બોલો, ઓ બોલો આછેરા ઝાંઝર ઝણકારમાં.
કે અમે સાચા કરીયે મનામણાં.
થાતી નથી મારાંથી વસમી આ ચાકરી
રહેણી આ ઘરની મને લાગે છે આકરી
કે રહ્યું, કે રહ્યું શું શું ન, સહુ કેરાં માનમાં
કે મારા ખોટાં નથી આ રિસામણાં.
હઠીલા આ બોલ ગોરી શોભે ન બોલવાં,
બોલી બગાડી મોટા ખોરડાં વગોવવાં,
ઓ ગોરી, ઓ ગોરી મુકો હવે આ રિસામણાં,
કે અમે સાચા કરીયે મનામણાં.
જો હું અળખામણી તો બીજીને લાવજો,
શણગારી ઢીંગલીને ઘરને શોભાવજો,
કે ઇ તો, કે ઇ તો, મ્હાલે આખાં તે મહાલમાં,
કે મારા ખોટાં નથી આ રિસામણાં.
સહુને હોળીની ખુબ ખુબ શુભેચ્છા.
0 પ્રત્યાઘાતો:
Post a Comment