ઈશ્વર પડ્યો નથી રસ્તામાં - અવિનાશ વ્યાસ
Image Source |
આજે આપણે ભગવાનને પણ લાંચ આપવામાં બાકાત રાખ્યા નથી. થોડા ફૂલ અને પ્રસાદ ચડાવી ઘણાં કામો કઢાવી લેવાની આ માનવવૃતિ પર અવિનાશ વ્યાસના ધારદાર ધબ્દોમાં કરાઝકાવ્ય/ભજન માણિયે.
કવિ\સંગીત - અવિનાશ વ્યાસ
સ્વર - જનાર્દન રાવળ
કૃષ્ણની પાસે જવું હોય તો, થાવું પડે સુદામા ...
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં ...
બે ફૂલ ચઢાવે મૂર્તિ પર, પ્રભુ નહીં મળે સસ્તામાં,
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં ...
સાચું છે એ સચરાચર છે, સાચુ છે એ અજરામર છે,
સાચું છે એ પરમેશ્વર છે ...
પણ ચો ધારે વરસે મેહૂલીયો તો, મળે એક ટીપામાં,
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં ...
રામનું સ્વાગત કરતાં ઋષિઓ, જાપ જપંતા રહી ગયા,
એઠા બોરને અમર કરીને, રામ શબરીના થઈ ગયા,
નહીં મળે ચાંદી-સોનાના અઠળક સિક્કામાં,
નહીં મળે એ કાશીમાં કે નહીં મળે મક્કામાં,
પણ નશીબ હોય તો મળી જાય એ તુલસીના પત્તામાં,
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં ...
(શબ્દો - સનાતન જાગૃતિ)
0 પ્રત્યાઘાતો:
Post a Comment