રે હંસા ચાલો જૂને ઉતારે - કેશવ રાઠોડ
Image from here
આત્માને પંખી અને હંસલાની ઉપમા ઘણાં ભજનોમાં આપી છે. અવિનાસ વ્યાસના ભજન 'પંખીડાને આ પીંજરું' કે 'ધૂણી રે ધખાવી' ભજનમાં આત્માને આવી ઉપમા આપેલી છે. મીંરાબાઇ અને નરસિંહ મહેતાએ પણ આત્માને હંસલાની ઉપમા આપીછે. આવું જ એક ભજન માણીયે દિલીપ ધોળકીયાના સ્વરમાં.
ફિલ્મ - સતનાં પારખાં
કવિ - કેશવ રાઠોડ
સ્વર,સંગીત- દિલીપ ધોળકીયા
રે હંસા... હાલો રે હે જૂને ઉતારે
જીવતરના ગાડાની ધરી થઇ,
હરિ તો રે'શે વ્હારે...
મનડાંમાં બાંધ્યા છે મોહન,આશા કેરાં માળા,
સંતાણી અંતરમાં શ્રદ્ધા,ફૂલ છે એના તાળાં,
સુખ-દુઃખના માર્ગ પર થઇને, જગદિશ તો રે'શે વ્હારે...
ડગલે ડગલે વાગે છે અહીં ભાવીના ભણકારા
કરમને છોપડે કારજે વ્હાલાં થોડાં ઉછી ઉધારા
હજી નથી મન ગયું રે થાકી
બાકી હું છો ને હારી...
0 પ્રત્યાઘાતો:
Post a Comment