કોકના તે વેણને - મકરંદ દવે
Source - Gujaratibooks |
સ્વર - સુરેશ જોશી,ફાલ્ગુની પાઠક
સંગીત - અજિત શેઠ
કોકના તે વેણને વીણી વીણીને વીરા!
ઊછી- ઉધારાં ન કરીએ;
હૈયે ઊગે એવી હૈયાની વાતને,
ફૂલ જેમ ફોરમની - ધરીએ. – કોકના તે વેણને…
કોયલ તો કોઇનો ટહુકો ન માગે ને
હૈયે ઊગે એવી હૈયાની વાતને,
ફૂલ જેમ ફોરમની - ધરીએ. – કોકના તે વેણને…
કોયલ તો કોઇનો ટહુકો ન માગે ને
મોરલો કોઇની કેકા,
માનવીનું કાળજ તે કેવું કર્યું ?
પીડ પોતાની, પારકા લ્હેકા !
રૂડા રૂપાળા સઢ કોકના શું કામના?
પોતાને તુંબડે તરીએ. – કોકના તે વેણને…
પોતાની વાંસળી પોતે બજાવીએ
ને રેલાવી દઇએ સૂર,
ઝીલનારું એને ઝીલી લેશે, ભલે
પાસે જ હોય કે દૂર :
ઓલ્યા તો મોતમાં જીવી ગયા, વીરા!
જીવતાં ન આપણે મરીએ. – કોકના તે વેણને…
(આ ગીતના શબ્દો તથા આસ્વાદ માણવા માટે મુલાકાત લો અંતરની વાણી)
0 પ્રત્યાઘાતો:
Post a Comment