નજર શું આપથી - સુધીર પટેલ
કવિ - સુધીર પટેલ
સ્વર - સંગીત - આસિત દેસાઇ
રૂબરુંમાં એમને એક વાત ના કહી મેં,
મારે જાહેરમાં ગઝલ રૂપે ઘણું કહેવું પડેલું.
નજર શું આપથી ટકરાઇ અને ઘાયલ થઇ બેઠાં,
તમે એક સ્મિત ફેંફ્યું ત્યાં અમે પાગલ થઇ બેઠાં.
તમોને પામવા માટે તમારી પાસ રહેવાને
તમારા પાંવ છુવાને અમે પાયલ થઇ બેઠાં.
તમારા પ્રેમમાં જલવા મુલાયમ રોશની પીવા,
હ્રદય ભૂંજી અમે નાખ્યું અને આવલ થઇ બેઠાં.
અધર પર જ્યાં નજર કીધી જીગર હાલી ઊઠ્યું ત્યારે
મધુરો સ્પર્શ લેવાને અમે આંચલ થઇ બેઠા.
"સુધીર" બાળી બેઠો, કશું રૂડું નથી રાખ્યું,
તમારી આંખમાં વસવા જુઓ કાજલ થઇ બેઠાં.

0 પ્રત્યાઘાતો:
Post a Comment