મને અધવચ્ચે - ઉદયન ઠક્કર
કવિ - ઉદયન ઠક્કર
સ્વર - દિપ્તી દેસાઇ
સંગીત - અમર ભટ્ટ
મને અધવચ્ચે અધવચ્ચે
ઉભેલા રહેવાની ટેવશી પડિ ગઇ છે જાણે.
મારા પૈણાજી કેરી સોડમાં સૂતી,
ને મુઆ તારા ચ્હેરાને કાં ભાળું?
કશું કાંઠાઓ ભાંગીને આવે છે,
હું એને રેતીનાં ઢુંવાથી ખાળું.
જો કે પૈણાનું સરવરિયું મીંઠું,
પણ વ્હેવાની ટેવ શી પડી ગઇ છે જાણે.
હું તો આ રે આંગણનું સાવ પાળેલું પંખી
ને પૈણાનાં દાણા ચણું,મીંઠા,
ને બોલ પાછલે પરભાતે
મેં ટહૌકાઓ રીતસર હારબંધ ઊડતાં દીઠાં
કેમ પાંખ્યું ફફડે છે? મેં તો માન્યું કે
સહેવાની ટેવ શી પડી ગઇ છે જાણે
સ્વર - દિપ્તી દેસાઇ
સંગીત - અમર ભટ્ટ
મને અધવચ્ચે અધવચ્ચે
ઉભેલા રહેવાની ટેવશી પડિ ગઇ છે જાણે.
મારા પૈણાજી કેરી સોડમાં સૂતી,
ને મુઆ તારા ચ્હેરાને કાં ભાળું?
કશું કાંઠાઓ ભાંગીને આવે છે,
હું એને રેતીનાં ઢુંવાથી ખાળું.
જો કે પૈણાનું સરવરિયું મીંઠું,
પણ વ્હેવાની ટેવ શી પડી ગઇ છે જાણે.
હું તો આ રે આંગણનું સાવ પાળેલું પંખી
ને પૈણાનાં દાણા ચણું,મીંઠા,
ને બોલ પાછલે પરભાતે
મેં ટહૌકાઓ રીતસર હારબંધ ઊડતાં દીઠાં
કેમ પાંખ્યું ફફડે છે? મેં તો માન્યું કે
સહેવાની ટેવ શી પડી ગઇ છે જાણે
0 પ્રત્યાઘાતો:
Post a Comment