કોરી ગાગરડીમાં સોપારીનો કટકો - ફટાણાં
લોકગીત
સ્વર - લલીતા ઘોડાદ્રા
કોરી ગાગરડીમાં સોપારીનો કટકો
જોજો રે વાલીડાં વીરા સાસુજીનો લટકો
માંગી પહોંચો પહેર્યો છે ને જમાઇ પોંખવા આવી છે
હશે તેનો લઇ જાશે પછી ચઢશે ચટકો.
કોરી ગાગરડીમાં સોપારીનો કટકો
પારકે માંડવડે વેવાણ આવડો શું લટકો
માંગી સાડી પહેરી છે ને જમાઇ પોંખવા આવી છે
અને હા આ ફટાણાની પુરક માહિતી તમને જુગલકિશોરદાદાના બ્લોગ Net-ગુર્જરી પર માણી શકશો.

માંગી વીંટી પહેર્રી છે ને જમાઇ પોંખવા આવી છે
હશે તેનો લઇ જાશે પછી ચઢશે ચટકો.
કોરી ગાગરડીમાં સોપારીનો કટકો
જોજો રે વાલીડાં વીરા સાસુજીનો લટકો
અને હા આ ફટાણાની પુરક માહિતી તમને જુગલકિશોરદાદાના બ્લોગ Net-ગુર્જરી પર માણી શકશો.
0 પ્રત્યાઘાતો:
Post a Comment