મારે તે ગામડે એકવાર આવજો
Amirbai Karnataki |
પાંચ મહિના પહેલા આ ગીત દિપાલી સોમૈયાના સ્વરમાં મુક્યું હતું. ત્યારથી આ ગીત તેની મૂળ ગાયિકા અમીરબાઇ કર્ણાટકીના સ્વરમાં શોધતો હતો. એ શોધ સફળ થઇ. તમે પણ માણો આ ગીતનું મૂળ ટ્રેક. કદાચ અમારી પેઢીને સર્વપ્રથમ વાર આ સુંદર ગીત મૂળ રૂપે માણવા મળશે.
ફિલ્મ - રાણકદેવી
ગીત - મનસ્વી પ્રાંતિજવાળા
સ્વર - અમીરબાઇ કર્ણાટકી
સંગીત - છાનાલાલ ઠાકુર
સ્વર - દિપાલી સોમૈયા
સંગીત - કીર્તિ-ગીરીશ
મારે તે ગામડે એકવાર આવજો
મારે તે ગામડે એકવાર આવજો
હે આવો ત્યારે મને સંદેશો કહાવજો
મારે તે ગામડે એકવાર આવજો
હે...મારાં માખણીયા મીઠાં મીઠાં ચાખજો
મારે તે ગામડે એકવાર આવજો
મીઠાં માખણથી ભરી મટકી મારી આજ
મનમોહન આવો તમે માખણ ખાવા કાજ
સૂનાં સૂનાં છે ગામ રાધાનાં શ્યામ વિનાં
સૂનું સૂનું છે ગામ આજે ઘનશ્યામ વિનાં
અંતરનાં દ્વાર કહો ક્યારે ઉઘાડશો
મીઠી મીઠી મોરલી કહો ક્યારે વગાડશો
હે જમનાને તીર રાસ ક્યારે રચાવશો
મારે તે ગામડે એકવાર આવજો
વાગ્યા મૃદંગ હો રે.. જાગ્યા ઉમંગ કંઇ
આવ્યા પ્રસંગ રંગભીના હો
મારાં માખણીયા મીઠાં મીઠાં ચાખજો
મારે તે ગામડે એકવાર આવજો
(શબ્દો - લાપાળીયા)
0 પ્રત્યાઘાતો:
Post a Comment