સુકાની જાને તું - નીનુ મઝુમદાર
Source |
સ્વર - તલત મહેમુદ
સંગીત, કવિ - નીનુ મઝુમદાર
સુકાની જાને તું, મારે નાવ કરવી પાર નથી,
સૂકો સાગર પડ્યો, અહીં તિર કે મઝધાર નથી.
છતાં તોફાન ઉઠે આગ ને ધૂળના તરંગે
બેઠો તો તોય મને કોઇનો આધાર નથી.
કોઇ તાર્યા હશે સંસારસિંધુ માહિ તે,
અહીં પાણી નથી, કોઇ નથી, સંસાર નથી.
એક તો મૂળ કે મને વિશ્વાસ મોજાઓએ કરું,
એજ સંસાર થયો હોય, બીજો સાર નથી.
અહીં સંસાર મટીને, મહાકંકાસ થયો,
ભલે તું તાર ભલે માર એ વિચાર નથી.