આ મુંબઇ છે જ્યાં ભઇ કરતાં ઝાઝી બઇ છે.
ફિલ્મ - મહેંદીનો રંગ લાગ્યો
સ્વર - મન્ના ડે
આ મુંબઇ, આ મુંબઇ છે,
આ મુંબઇ છે.
જ્યાં ભઇ કરતાં ઝાઝી બઇ છે.
આ મુંબઇ, આ મુંબઇ છે.
નહીં એકરંગી, નહીં બેરંગી
જ્યાં પંચરંગની વસ્તી
અરે જોગી ભોગી રોગી
સહુની સરખી તંદુરસ્તી,
અરે વાતે હાટે ઘાટે
જ્યાં મોંઘવારી સસ્તી,
ને પેટ ભૂખ્યું પણ તનને માટે
ટાપટીપ છે સસ્તી
અરે છેલછબિલી અનેકની
પણ કોઇની ક્યાં રહી છે.
(એ... ભાઇ બાજુ બાજુ...)
એની ટાઢ જુદી એનો તાપ જુદો
એની નોખી વર્ષાધાર
અરે અડધું મુંબઇ કોરું ને અડધું બંબાકાર
એક નગરની એક ડગર પર ધંધો ધમધોકાર
અને એ જ નગરની બીજી ડગર પર ચાલુ ગોળીબાર
જ્યાં માણસાઇથી પણ મોંધા રૂપીયા, આના, પઇ છે.
ચોપાટી મધમાતી, સાંજ પડે ઉભરાતી
શેઠ, શરીફ હોય ગરીબ નોકર કે ઘરઘાટી
(એ..ચના ચનાવાલા ***)
જ્યાં જાદુગરના ખેલ કરે જે ખેલ લડાવે રીંગ
જ્યાં ચંપી માલીશ તેલ પકોડી ભેળ ચીનાઇ શીંગ
જ્યાં શરમ મુકીને ધરમ કરમનું સાધુ કરે ધતીંગ
અરે જે રેતી પર લૈલામજનુ પાઠ કરે ત્રિભિંગ
એજ રેત પણ નેતાઓજી રોજ ભરે મીટીંગ
ભાઇ માનો કે ના માનો
એના પાણીમાં કંઇ છે.
સ્વર - મન્ના ડે
આ મુંબઇ, આ મુંબઇ છે,
આ મુંબઇ છે.
જ્યાં ભઇ કરતાં ઝાઝી બઇ છે.
આ મુંબઇ, આ મુંબઇ છે.
નહીં એકરંગી, નહીં બેરંગી
જ્યાં પંચરંગની વસ્તી
અરે જોગી ભોગી રોગી
સહુની સરખી તંદુરસ્તી,
અરે વાતે હાટે ઘાટે
જ્યાં મોંઘવારી સસ્તી,
ને પેટ ભૂખ્યું પણ તનને માટે
ટાપટીપ છે સસ્તી
અરે છેલછબિલી અનેકની
પણ કોઇની ક્યાં રહી છે.
(એ... ભાઇ બાજુ બાજુ...)
એની ટાઢ જુદી એનો તાપ જુદો
એની નોખી વર્ષાધાર
અરે અડધું મુંબઇ કોરું ને અડધું બંબાકાર
એક નગરની એક ડગર પર ધંધો ધમધોકાર
અને એ જ નગરની બીજી ડગર પર ચાલુ ગોળીબાર
જ્યાં માણસાઇથી પણ મોંધા રૂપીયા, આના, પઇ છે.
ચોપાટી મધમાતી, સાંજ પડે ઉભરાતી
શેઠ, શરીફ હોય ગરીબ નોકર કે ઘરઘાટી
(એ..ચના ચનાવાલા ***)
જ્યાં જાદુગરના ખેલ કરે જે ખેલ લડાવે રીંગ
જ્યાં ચંપી માલીશ તેલ પકોડી ભેળ ચીનાઇ શીંગ
જ્યાં શરમ મુકીને ધરમ કરમનું સાધુ કરે ધતીંગ
અરે જે રેતી પર લૈલામજનુ પાઠ કરે ત્રિભિંગ
એજ રેત પણ નેતાઓજી રોજ ભરે મીટીંગ
ભાઇ માનો કે ના માનો
એના પાણીમાં કંઇ છે.
0 પ્રત્યાઘાતો:
Post a Comment