લટકાળો રે લટકંતો રે આવે - નિષ્કુળાનંદ સ્વામી
Image |
કવિ - નિષ્કુળાનંદ સ્વામી
લટકાળો રે લટકંતો રે આવે, મોહન મોરલી વાતો રે.
સખાને સંગે અતિ ઉછરંગે, ગીત મધુરાં ગાતો રે.
કેસરીયે વાઘે કસુંબલ પાઘે, કેસર રંગમાં રાતો રે.
ફુલડાંનાં તોરા ગજરા ને ટોપી, ફુલડાંનાં હારે ફુલાતો રે,
નિષ્કુળાનંદનો સ્વામી શામળીયો, આવે અમીરસ પાતો રે.
0 પ્રત્યાઘાતો:
Post a Comment