ચંપલના ચાર આના બુટના પૈસા ચાલીસ.
ઇ.સ. ૧૯૫૪માં રાજ કપૂરે 'બુટ પોલીસ' ફિલ્મનું નિર્માણ કર્યું હતું. આ ફિલ્મને ભારત અને વિદેશમાં ખુબ જ પ્રસિદ્ધિ મળી. એક નાના બાળકની સ્વાભિમાનપૂર્વક જીવન જીવવનાની જહેમતનો આનંદ સાચે જ માણવા જેવો છે. આજ ફિલ્મના દ્રશ્ય સાથે સામ્ય ધરાવતું આ ગુજરાતી ગીત માણીયે.
સ્વર - આશા ભોંસલે
હે હે... બુટપોલીસ,
ચંપલના ચાર આના બુટના પૈસા ચાલીસ.
આવે મારા અમદાવાદના શાહીબાગના વાસી
ઉપરથી લુચ્ચા હોવ પણ લક્ષ્મી તમારી દાસી,
*****
કયું પાલીસ મારું? બોલો
હે સાચા અમદાવાદીને ભઇ મસ્કાપાલીસ હારું.
ચંપલના ચાર આના બુટના પૈસા ચાલીસ.
હેંડ હેંડ.
હુરત એટલે હુરત, સદાય હસતી સૂરત
ભાંગીને ભૂકો થાય પણ સોના જેવી મૂરત
આવો મારા સૂરતીલાલા આવો,આવો આવો
તે વળી હું જ્યારે ગયેલો પતેલીમાં ઊંધીયું કરેલું,
ઊંધીયામાં તો *** નાંખ્યું તેલનો કાઢ્યો રેલો
અરે હુરતીલાલા જમણાં પગનો છેડો અહીંયા મેલો
ચંપલના ચાર આના બુટના પૈસા ચાલીસ.
અરે ચાલીસ ચાલીસ હું કરે, હું તો હુરતી લાલો,
હું હરણીફરણી, ચાલીસ ઉપર ગાડી કાઢીશ (????)
હે.. હું કાઠીયાવાડનું પગરખું જ રે,
એને પાલીસ બાલીસ કોઇ દી' નો થાય
ઇમા પાલીસની ડબલે ડબલી નહીં,
હે ઇમા ડબલાં ડબલાં હાલ્યાં જાય.
એ મારા પાલીસ વાળી ચંપલ સ્નેહલતાયે પહેરે,
પહેરી નાચે ઝાઝું એવું જોબનીયું કાંઇ લહેરે
0 પ્રત્યાઘાતો:
Post a Comment