તમને જોયાને રસ્તે રોકાઇ ગયો
રેડીયોએ સંગીતને લોકભાગ્ય બનાવામાં બહુ મોટો ફાળો આપ્યો છે. સવારે ઉઠવાથી માંડીને રસોઇ કરતા, ખેતરે, ઓફિસમાં, બસ અમસ્તા બેઠા બેઠાં, બસમાં ગમે ત્યાં હોવ, પણ રેડીયો પર ગીતો સાંભળવાનો એક લ્હાવો હતો. બિનાકા ગીતમાલાએ તો આખો દેશ ઘેલું કર્યું હતું. ગુજરાતી પ્રાદેશીક સંગીતને મળેલ 'સુગમ સંગીત' નામ પણ આકાશવાણીની જ દેન છે ને!!!
આજે રેડીયોને અચાનક યાદ કરવાનું કારણ છે. મારા મમ્મીએ નાનપણમાં રેડીયો સાંભળેલા કેટલાક ગુજરાતી ગીતો સંભળાવાની ફરમાઇશ કરી છે. તેની ફરમાઇશ પૈકી તેમને સહુથી પસંદ એવું આ ગીત. કલાકારોના નામ ખબર નથી પડી રહી. કોઇ મદદ કરી શકે???
કવિ,સ્વર,સંગીત - ???
તમને જોયાને જરાં રસ્તે રોકાઇ ગયો,
શમણે સંતાઇ ગયો, છાનો છંટાઇ ગયો.
ફૂલોની ફોરમનું ગીત એક ગાઇ ગયો, ગાઇ ગયો.
આ.....આ....
આકાશી લાલીથી પારસની પ્યાલીથી
પચરંગી અમરત સંતોષ મને પાઇ ગયો..
તમને જોયાને જરા...
દર્શનના દરવારે અધવચ અંજાઇ ગયો,
વાંચી મેં આંખડી તો પંજો વંચાઇ ગયો,
રસ્તામાં પવન કોઇ વરણાગી વાઇ ગયો.
જંતરના ઝંકારે, પન્નાના પલકારે
ઠકારાતી ઠોકર હું ચાલમાં જ ખાઇ ગયો.
તમને જોયાને જરા...
શ્રાવણની સરગમથી તડકો ભીંજાઇ ગયો,
મારગની વચ્ચે ક્યાં મારગ ઢંકાઇ ગયો,
મેહુલીયા મંડપમાં મહુવરીયો છાઇ ગયો.
0 પ્રત્યાઘાતો:
Post a Comment